શહેર ભાજપ ‘કમલમ’ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ

‘લાભાર્થી બહેનો સાથે ૧ કરોડ સેલ્ફી અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત અંતર્ગત માર્ગદર્શન અપાયુ

નવનિયુકત ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાનું મહિલા મોરચા ધ્વારા સન્માન કરાયું

 પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજના મુજબ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના મહિલા લાભાર્થી સાથે 'એક કરોડ સેલ્ફી' અભિયાન  પ્રદેશ  ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ડો.દીપીકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લાઓમાં મહિલા લાભાર્થી સાથે 'એક કરોડ સેલ્ફી' અભિયાન હાલ કાર્યરત છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ 'કમલમ' કાર્યાલય ખાતે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાની અધ્યક્ષતામાં અને રાજકોટ જીલ્લા ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા,  ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય રમાબેન હેરભા, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં યોજાયું હતું. 
આ તકે કિરણબેન માકડીયાએ જણાવેલ કે દેશની નારી શકિત વધુ સશકત બનીછે અને નારી સશકિતકરણને વેગ મળ્યો છે. ત્યારે વિવિધ લોકકલ્યાણકારી  યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી લઈને 'એક કરોડ સેલ્ફી' અભિયાનમાં આપણે સૌ જોડાઈને દુનિયા સમક્ષ આપણી ખુશી વ્યકત કરવાનો અવસર મળ્યો છે. 
      આ તકે રક્ષાબેન બોળીયા તથા કિરણબેન માકડીયા એ જણાવેલ કે પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજનાનુસાર હાલ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી અભિયાન કાર્યરત છે ત્યારે આ અભિયાન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અંત્યોદયના સિધ્ધાંત પર આધારીત સર્વાંગિ વિકાસના બહુવિધ આયામોનો અનુભવ કરવાની અને તે જ સમયે 'ન્યુ ઈન્ડીયા' ની ભવ્ય યાત્રાનો એક ભાગ બનવાની સુવર્ણ તક છે.ત્યારે આ  અભિયાનમાં 'નમો એપ' કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
     આ તકે શહેર ભાજપ મહિલા મોરચા ધ્વારા શહેરના નવનિયુકત ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાનું  પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું અને કંચનબેન સિધ્ધપુરાએ શહેર ભાજપ મહિલા મોરચાના તમામ બહેનોનો આભાર વ્યકત કર્યો હતો. 
     આ તકે શહેર ભાજપ સોશીયલ મીડીયા વિભાગના સહઈન્ચાર્જ શૈલેષ હાપલીયાએ  'લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી અભિયાન' અંતર્ગત માહિતી પુરી પાડેલ હતી. આ બેઠકમાં શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદારો,વોર્ડના પ્રમુખ–મહામંત્રીઓ– કારોબારી સભ્યો, મહિલા કોર્પોરેટરો સહિતના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *