
રિપોર્ટ ,મયુર પટેલ
મહુવા પોલીસે 11,410 નો જુગાર પકડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
સુરત જિલ્લામાં ગેરકાયદેસર રીતે જુગાર ની પ્રવૃત્તિ દિન પ્રતિ દિન વધી રહી છે ત્યારે આવા દુષણ ને અટકાવવા પોલીસ સતત સફળ કામગીરી કરીને સમાજ પ્રત્યે ના સેવાનો ઋણ ચૂકવી અદભુત ઉદાહરણ પૂરું પાડતા જોઈ શકાય છે, આવા જ જુગાર સુરત જિલ્લાના મહુવા રૂ, 11,410 નો જુગાર પોલીસે પકડી પાડ્યો,,
પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોઈસર સુરત ગ્રામ્ય તરફથી ગેરકાયદેસર પ્રોહીબિશન અને જુગારની પ્રવૃતિ ને નાબૂદ કરવા તેમજ અન્ય ડિટેક્ટ લૂંટફાટ અને ઘર ફોડના ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તે દિશામાં સક્રિય બની છે,,
આ અંગે જાણવા મળેલ પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર જે .એ .બારોટ ની રાહેબરી બાતમી મળતા અનાવલ ગામે પાંચ કાકડા ફળિયામાં આવેલ ખુલ્લા મેદાનમાં અલગ અલગ ચિત્રો વાળા પોસ્ટર ઉપર પૈસા મૂકી ગોળ કુંડાળું કરી હાર્દિકનો જુગાર છે તેવી હકીકતના આધારે કર્તવ્ય નિષ્ઠ અને પ્રમાણિક એવા પીઆઇ જે એ બારોટે સ્ટાફ સાથે રેડ કરતા કુલ 11410 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે
રેડ દરમિયાન આરોપી તરીકે 1, નવીન ભાણાભાઈ પટેલ રે ખાંભળીયા ગામ નવી કોલોની તા વાસદા જિલ્લો નવસારી, 2 વિશાલભાઈ દિનેશભાઈ પટેલ રે ખાંભળીયા ગામ નિશાળ ફળિયુ તા વાસદા જી નવસારી 3,
જીતુભાઈ ધીરુભાઈ પટેલ રે ખાંભળીયા ગામ ગામ કોલોની ફળિયુ તા,વાસદા જી, નવસારી આ બધા જ આરોપીઓને ધરપકડ કરી ગુનો નોધી કાયદેસર કાર્યવાહી મહુવા પોલીસ કરેલ છે,
મહુવા તાલુકામાં ગેરકાયદેસર ના પ્રવૃત્તિ સામે પીઆઇ શ્રી જે, એ, બારોટ લાલ આંખ કરીને પ્રજાને અસામાજિક તત્વો માં અને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા લોકો ફફડાટ વ્યાપી ગયો છે
પીઆઇ બારોટ ની નિર્ભય કામગીરી બાબતે પ્રજામાં પોલીસ ની સારી છાપ ઉપસી આવેલ છે.