ગોધરા શહેર માં રામનવમી નિમીતે યોજાયેલી શોભાયાત્રા આકર્ષણ નું કેન્દ્ર બની: મોટી સંખ્યા રામભક્તો જોડાયા

રિપોર્ટ -કમલમ ન્યૂઝ-રાવ વિજેન્દ્ર યાદવ-ગોધરા

ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ એવા રામનવમી ની ગોધરા સહીત એવાં સમગ્ર પંચમહાલ જિલ્લા મા ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા ના રામજી મંદિર થી નીકળેલી શોભા યાત્રા શહેર ના અલગ અલગ વિસ્તારો મા ફરી ને પરત રામજી મંદિર ફરી હતી. જય શ્રી રામ ના નારા સાથે યોજાયેલી શોભા યાત્રા આકર્ષણ નું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રા માં સાંસદ રતનસિંહ રાઠોડ,ગોધરા ના લોકલાડીલા ધારાસભ્ય સી કે રાઉલજી, મોરવા ના ધારાસભ્ય નિમિષા બેન સુથાર, જીલ્લા પંચાયત ના પ્રમૂખ કામિનીબેન સોલંકી, ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા ગોધરા સિટીબેંક ના ચેરમેન કે. ટી પરીખ સહીત તમામ આગેવાનો તથા મોટી સંખ્યા માં રામભક્તો જોડાયા હતા. ઠેર ઠેર વિવિધ જગ્યા પર શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું.મુસ્લિમ સમાજ ના લોકો એ પણ આ શોભાયાત્રા નું પુષ્પગુચ્છ આંપી ને સ્વાગત કર્યું હતું.મોટી સંખ્યા માં ભક્તો યેભગવાન શ્રી રામ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બપોર ના બાર કલાકે ભગવાન રામના જન્મ નો લોકો એ લાભ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *