રાજકોટ જીવનનગરમાં રામનવમીની શ્રદ્ધાસુમન ઉજવણી

  • – ડે. મેયર કંચનબેન સિધ્ધપુરાનું સન્માન થયું.
  • – ધાર્મિક આયોજનથી શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા.
  • – મહાદેવધામમાં માનવ મહેરામણ ઉમટી પડી.


જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે રામનવમીની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. ડે. મેયર શ્રીમતિ કંચનબેન સિધ્ધપુરાનું સન્માન સાથે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોમાં માનવ મહેરામણ ઉમટી પડી હતી.
મંદિરના પટ્ટાંગણમાં રામ જન્મોત્સવની ઉજવણી સાથે સુંદર કાંડ, પૂજા–પાઠ, અર્ચન, મહાઆરતી, દિપમાલા સહિત કાર્યક્રમોને સફળતા મળી હતી. બપોરે ૧ર કલાકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિરમાં ધર્મમય વાતાવરણ ઉભું થયું હતું.
ડે. મેયર શ્રીમતિ કંચનબેન સિધ્ધપુરાએ મહાઆરતી, પૂજામાં ભાગ લીધો હતો. તેમણે સમિતિના કાર્યોની ભારોભાર પ્નશંસા કરી હતી. પોતાના સન્માન બદલ મહિલા મંડળનો આભાર વ્યક્ કર્યો હતો. જયંત પંડયાના નેતૃત્વના કારણે આ વિસ્તારના તમામ પ્નશ્નોને મહાનગરપાલિકા અગ્રતા આપે છે. તમામ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.
ડે. મેયર શ્રીમતિ કંચનબેન સિધ્ધપુરાનું સન્માન સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, જયોતિબેન પુજારા, યોગીતાબેન જોબનપુત્રાએ કર્યું હતું. વોર્ડ નં. ૧૦ ના પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ જોબનપુત્રાએ મહાઆરતીમાં ભાગ લીધો હતો. ભારત ઉત્સવો, ત્યૌહારનો દેશ છે. લોકોની ધાર્મિક લાગણીની કદર કરી હતી.
મંદિરના વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય જે. ભટ્ટે મહેમાનોને આવકારી સત્કાર્યા હતા. ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના શ્રદ્ધાળુઓએ દિપમાલા, પ્નસાદમાં ભાગ લીધો હતો.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ આગામી આયુષ્યમાન કાર્ડના કેમ્પ મહાદેવધામમાં યોજાશે. કોઈપણ નાગરિક જરૂરી આધાર–પુરાવા સાથે કેમ્પમાં ભાગ લઈ શકશે. સહેલાઈથી કાર્ડ મળી રહે તેવા પ્નયાસોની વાત કરી હતી.
રામનવમી શ્રદ્ધાસુમન સંપન્ન થયેલ તેમાં વિનુભાઈ ભટ્ટ, હસુભાઈ મોડેસરા, અંકલેશ ગોહિલ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, અનંતભાઈ ગોહેલ, પૂજારી પ્નવિણભાઈ જોષી, ગોવિંદભાઈ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ મહેતા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, પ્નફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, કુસુમબેન ચૌહાણ, રેખાબેન વાઢેર સહિત સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *