




રિપોર્ટર ચેતન પટેલ-મહેસાણા
મહેસાણા રામજી ભગવાનની રથયાત્રા મહેસાણા પરા રામજી મંદિરના ચોકમાં થઈને ફરામાં ગલી ગલીમાં નીકળી માનવ આશ્રમ ચોકમાં થઈને નીકળીરાત્રે પરત ફરશે આ રથયાત્રામાં રામજીની મૂર્તિ સાથે રથને લઈને એના ઉપર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો અને ટોપ દ્વારા ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો મહેસાણા શહેરમાં રામનવમી નિમિત્તે પરા શ્રીરામ સેવા સમિતિ આયોજન 42 મી રથયાત્રા ધજા ફરકાવીને બપોરના સમયે ૨:૩૦ કલાકે મહેસાણા પરા ટાવર રામજી ભગવાનના મંદિરના ચોકમાં થઈને પ્રસ્થાન કરવામાં આવી હતી જેની અંદર ભગવાન શ્રીરામના જીવનના આધારિત વિવિધ પાત્રો ભજવવામા આવ્યા હતા જેની અંદર રામજી ભગવાનના પાત્રો પરશુરામના પાત્રો સૈનિકો તથા ભજન મંડળીઓ સાથે ઘોડા .ટ્રેક્ટર . તેમજ ઊંટ લાડી અને અખાડા ના કરતબો સહિતના આકર્ષણ સાથે વાજતે ગાજતે મહેસાણા પરામાં થઈને રથયાત્રા નીકળી હતી આ રામનવમી ની રામજી ભગવાનની રથયાત્રા 1982 થી લઈને યોજવામાં આવે છે જેમાં શરૂઆતમાં રથયાત્રા સાધારણ રીતે કાઢવામાં આવતી હતી જેમાં 15 જેટલા કાર્યકર્તાઓ રામજીની રથયાત્રામાં જોડાયા હતા જેમાં રામજીની મૂર્તિ ખભે રાખીને શોભાયાત્રા કાઢવામાં આવતી હતી એ જ પ્રમાણે અંદાજે 8 થી 10 વર્ષ સુધી આ પ્રમાણે યોજવામાં આવતી હતી. ત્યારબાદ આજે આ રામનવમી ની જે રથયાત્રા ૧૦૦ થી વધારે જેટલા રામાયણના પાત્રો સાથે વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવતા મોટી સંખ્યામાં આ રામજી ની શોભાયાત્રા ને નિહાળવા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે એકાએક ચાલુ રથયાત્રામાં વરસાદના છાંટા પડ્યા હતા છતાં પણ રામજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ રથયાત્રાની શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબત જોવા મળ્યો હતો