





કામરેજ વિધાનસભા વિસ્તારના યોગી ચોક સ્થિત રાધે પાર્ક સોસાયટીમાં સી.સી. રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વેળાએ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્થાનિક આગેવાનો અને કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના મક્કમ નેતૃત્વમાં લોકોના જીવનધોરણમાં સુધારો આવે તે માટે નવા પ્રકલ્પોના આયોજનો સાથે વિવિધ માળખાકીય જનસુખાકારી કાર્યો અને લોકસુવિધાની યોજનાઓ કાર્યાન્વિત કરી અંત્યોદય સુધી પ્રજાવસત્ય કાર્યો કરવાની દિશામાં રાજ્ય સરકાર નિરંતર આગળ વધી રહી છે.
આ વિકાસલક્ષી કામના ખાતમુહૂર્ત દરમિયાન મને શુભેચ્છકો અને મતવિસ્તારના લોકો જોડે મળવાની પણ તક મળી છે તેનો આનંદ છે.