મહુવા માં પ્રભુ શ્રી રામજી ના જન્મદિવસ રામનવમી ની ઉજવણી ઉત્સાહભેર ઉજવવામાં આવી

રિપોર્ટ, મયુર પટેલ

સુરત જિલ્લાના મહુવા ખાતે ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ એવા રામનવમી ની મહુવા સહીત એવાં સમગ્ર સુરત જિલ્લા મા ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહુવા ના રામજી મંદિર થી નીકળેલી શોભા યાત્રા ગામ ના અલગ અલગ વિસ્તારો મા ફરી ને પરત રામજી મંદિર ફરી હતી. જય શ્રી રામ ના નારા સાથે યોજાયેલી શોભા યાત્રા આકર્ષણ નું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બજરંગ દળ, રાષ્ટ્રીય સંઘના કાર્યકર્તાઓ, મહુવા ગામના સરપંચ અનિલભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર, ચોર્યાશી તાલુકા પ્રભારી નીલાબેન પટેલ,પલસાણા તાલુકા પ્રભારી જીગરભાઈ નાયક, સામાજિક કાર્યકર્તા જનકભાઈ દેસાઈ, ,વિપુલભાઈ પુરોહિત તથા તેમની ટીમ,સહીત તમામ આગેવાનો તથા મોટી સંખ્યા માં રામભક્તો જોડાયા હતા. ઠેર ઠેર વિવિધ જગ્યા પર શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું.મુસ્લિમ સમાજ ના લોકો એ પણ આ શોભાયાત્રા નું પુષ્પગુચ્છ આંપી ને સ્વાગત કર્યું હતું.મોટી સંખ્યા માં ભક્તો એ ભગવાન શ્રી રામ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *