
પ્રાથમિક શાળાના બાળકોને ચોકલેટ અને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું
રિપોર્ટ ,મયુર પટેલ

ભારતીય જનતા પાર્ટી ના દેશભરના તમામ કાર્યકર્તાઓ “ભારતીય જનતા પાર્ટી “સ્થાપના દિનની ઉજવણી 6 એપ્રિલે અલગ અલગ કાર્યક્રમો કરીને ખૂબ ઉત્સાહભેર રીતે કરે છે. દેશમાં 1951માં જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી. જનસંઘના વિલીનિકરણ બાદ 6 એપ્રિલ 1980માં ભાજપની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને ખાસ બનાવવા માટે સ્થાનિક કક્ષાએથી મંડલથી લઈને જિલ્લા તેમજ રાજ્ય કક્ષા સુધી તમામ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ છે. દલ સે બડા દેશની જનસંઘની વિચારધારાને આગળ વધારીને જનસંઘના વિલિનીકરણ બાદ ભાજપાની સ્થાપના કરવામાં આવી હતી.ભાજપના બૂથ લેવલે થતા કાર્યક્રમ માંનો આ એક કાર્યક્રમ ભાજપ સ્થાપના દિવસનો છે.
મહુવા તાલુકા યુવા મોરચા દ્વારા રાષ્ટ્ર સેવાને “સમર્પિત અને પ્રતિબદ્ધ” ભારતીય જનતા પાર્ટી, ના સ્થાપના દિવસ નિમિત્તે, બામણીયા ગામની દાણી વલ્લી” પ્રાથમિક શાળામાં” નાના બાળકો ને ફ્રુટ તથા ચોકલેટ નું વિતરણ કરીને” સ્થાપના” દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં આ કાર્યક્રમમાં મહુવા તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગરાસીયા, અજય રાઠોડ, વિકાસ પટેલ, જાગૃત રાઠોડ, સાગર પાટીલ, તેમજ મહુવા તાલુકા યુવા મોરચા સમગ્ર ટીમ હાજર રહી કાર્યકરો સફળ બનાવ્યો હતો.