કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેનાએ પ્રતિજ્ઞા મુક્તિ દિવસ ઉજવ્યો

વિરપુર જલારામ સહિત સમગ્ર કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેનાએ વિર શિરોમણી મહારાણા પ્રતાપસિંહ જી ની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી ગાડલીયા લુહાર સમાજ અને એકલિંગજી સેના દ્વારા પ્રતિજ્ઞા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય વક્તા અને અધ્યક્ષ શ્રી દેવરાજ રાઠોડે જણાવ્યું હતું કે જ્યારે ચિત્તોડ પર મુઘલ સલતન હતી. ત્યારે ગાડલીયા લુહાર જ્ઞાતિએ ટેક લીધી હતી કે જ્યાં સુધી ચિત્તોડ સ્વતંત્ર નહીં થાય ત્યાં સુધી તેઓ ચિત્તોડની આઝાદી માટે સહકાર આપતા રહેશે અને તેઓએ જ્યાં સુધી ચિતોડ પાછું ના મેળવીએ ત્યાં સુધી પાંચ ટેક (શપથ) લીધી હતી કે 1. અમે વસાહત કે જંગલમાં ક્યાંય કાયમી ઘર બાંધીશું નહીં, 2. ખાટલા પર સૂઈશું નહીં, 3. ચિત્તોડગઢના કિલ્લા પર ચઢીશું નહીં, 4. દીવો પ્રગટાવીશું નહીં, 5. પાણી સિચવા માટે નું દોરડું રાખીશું નહીં અને આ શપથને અનુસરીને, ગાડલીયા લુહાર જાતિએ મહારાણા પ્રતાપને ચિત્તોડ માટે આ ખમીરવંતી જાતિએ લડતા રાખ્યા અને પોતાના પ્રાણો ની આહુતિ અર્પી દીધી હતી. 6 એપ્રિલ, 1955ના રોજ મેવાડ પ્રજા મંડળના નેતા માણિક્યાલાલ વર્માએ મેવાડમાં મહારાણા પ્રતાપસિંહ જી સાથે લડનારા ગાડલીયા લુહારો ની 400 વર્ષ જૂની શપથ તોડવા માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુજીને પત્ર લખ્યો અને પછી વિચરતું જીવન જીવતા ગાડલીયા લુહારો ને રેડીયો પ્રસારણ ના માધ્યમથી સંદેશ મોકલ્યો. અને સમગ્ર ભારત દેશ ના ખુણે ખુણે થી ગાડલીયા લુહાર સમુદાયના ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા . પછી તેમને સમજાવવા માં આવ્યું કે ભારત દેશ આઝાદ થઈ ચૂક્યો છે અને ચિતોડ પણ હવે સ્વતંત્ર છે તો હવે કઠોર પરિશ્રમ અને ટેક (શપથ) પરિપૂર્ણ થયો છે. હવે તમારું ચિત્તોડ પણ મુક્ત છે. નેહરુજી ઈચ્છતા હતા કે ગાડલીયા લુહારો નો કિલ્લા પર પ્રવેશ ખૂબ જ ભવ્ય હોવો જોઈએ. તેમણે પોતાનો કાર્યક્રમ નક્કી કરવા ઉપરાંત કિલ્લાના દરેક દરવાજે એક મુખ્યમંત્રી ને સ્વાગતમાં ઊભા રહેવાની સૂચના આપી હતી. સભામાં ખુબજ ભીડ હતી. નેહરુજીની સાથે રાજસ્થાનના સીએમ મોહનલાલ સુખડિયા સહિત તમામ અગ્રણી નેતાઓ અને મેવાડના મહારાણા ના સાશકો પણ હાજર હતા. દેશભરમાંથી આવેલા ઈતિહાસ કારોને આવકારવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આવ્યા હતા. પ્રતિજ્ઞા મુક્તિ દિવસ કાર્યક્રમના સંયોજક લાલભા પરમારે જણાવ્યું હતું કે સ્વતંત્રતા પ્રેમી અને માતૃભુમિ કાજે પોતાની સુખ સાહ્યબી તજીને પોતાની ટેક ખાતર ભટકતું જીવન ભોગવવી રહેલા ગાડલીયા લુહાર જાતી આજે પણ વિકાસ થી વંચિત અને સમાજની મુખ્ય ધારા થી દુર છે. આ કાર્યક્રમમાં કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ ના યુવા આગેવાન ભુપત મેવસા ,માનસિંગ બારડ, વિજય ચૌહાણ ,કાનજી રાઠોડ , માનસિંગ સાંખલા, રાજુ બારડ,પ્રવિણ રાઠોડ ભેંસાણ, જગમાલ ડાભી, સહિત સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *