
રીપોટર -રૂપેશ રાવલ
હનુમાન જયંતી દિવસે ખેડબ્રહ્મા ખાતે વાસણા રોડ ઉપર આવેલુ જુનુ અને જાણીતુ મંદિર આવેલુ છે. આજે આખુ મંદિર રંગ બેરંગી ફુલો થી સજાવવા મા આવ્યુ હતુ.આજુબાજુ વિસ્તાર મા ભગવા ધ્વજ લગાવવા મા આવ્યા હતા. મંદિર મા અનકુટ પણ ચઢાવવા મા આવ્યો હતો.વર્ષો થી આ મંદિર ના પુજારી અલ્પેશ રાવલ છેલ્લા કેટલાક સમય થી ભારે જહેમત ઉઠાવી ને હનુમાન જયંતિ સફળ બનાવ્યુ હતુ. મંદિર મા મોટા પાયે હવન કરવામા આવ્યો હતો.