રાજ્યપાલશ્રીએ એક ડાયાલિસિસ મશીન માટે 50 ટકા ડોનેશન એટલે કે રૂ.375,000/- પોતાના વ્યક્તિગત ભંડોળમાંથી આપવાની જાહેરાત કરી હતી.

ગુજરાતના મહામહીમ રાજ્યપાલશ્રી આજે LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ભુજની મુલાકાતે પધાર્યા હતા. રાવલવાડી રિ-લોકેસન સાઈટ મધ્યે આવેલ લાયન્સ હોસ્પિટલ ભુજના પ્રાંગણમાં “ગુજરાતના સર્વપ્રથમ ઓક્સિજન પાર્ક” અને “નવા ડાયાલિસિસ યુનિટ”નું લોકાર્પણ રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવ્યું. ડાયાલિસિસની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ એક ડાયાલિસિસ મશીન કિંમત રૂ. 750,000/- છે જેના 50 ટકા ડોનેશન એટલે કે રૂ.375,000/- પોતાના વ્યક્તિગત ભંડોળમાંથી આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યપાલશ્રીએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. અને હોસ્પિટલની કામગીરીને ખુબ જ બિરદાવી હતી. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં લોકોની રહેણી-કરણી સાવ બદલાઈ ગઈ છે. ખાવા-પીવાની આદતો બદલાઈ ચુકી છે. જેના કારણે સમાજના દરેક વર્ગના લોકો અલગ-અલગ બિમારીઓથી પિડાય છે. કૃષિમાં વપરાતા ઝેરી ખાતર તેમજ દવાઓના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર કેન્સર જેવા ઘાતક રોગોનો ખતરો રહેલો છે.
આવા સમયમાં લાયન્સ હોસ્પિટલની ફ્રી સેવા સમાજ માટે ખૂબ જ લાભકર્તા છે. અને આજે જ્યારે ચોતરફ હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે લાયન્સ હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલ ઓક્સિજન પાર્ક લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ખુબ જ ઉપયોગી નિવડશે. બજારમાં વેચાણથી મળતાં ઓક્સિજનની સરખામણી કુદરત સાથે કરીએ તો પ્રકૃતિ આપણને આપણા જીવનકાળ દરમિયાન લગભગ 5 કરોડ રૂપિયાનો ઓક્સિજન આપણને વિનામૂલ્યે આપે છે. માટે જ ભુજના શહેરના તમામ લોકોએ આનો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું કે, લાયન્સ હોસ્પિટલ અત્યાર સુધીમાં 155,000 થી વધુ ફ્રી ડાયાલિસિસ અને આંખના 36,000 થી વધુ ફ્રી ઓપરેશનની સેવા સફળતાપૂર્વક પુર્ણ કરી ચુકી છે. તે ખુબ જ બિરદાવવા લાયક વાત છે. તેઓએ જણાવ્યું હતું કે, આજે લોકો પૈસા કમાવવા પાછળ પુરૂં જીવન વિતાવી દે છે જે આવનાર જન્મમાં સાથે આવવાના નથી. ત્યારે લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓ માનવસેવાના કાર્યો કરીને પુણ્યનું ભાથું જમા કરે છે. આ વાતને તેઓએ એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવી હતી.
દિપ પ્રાગટ્ય બાદ રાજ્યપાલશ્રીનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. હોસ્પિટલના ચેરમેન MJF લાચન ભરત મહેતા સ્વાગત પ્રવચન અને હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાચતના પ્રમુખ લાયન પારૂલબેન કારા, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન કમલેશ સંઘવી, લાયન મીના મહેતા, લાચન અભય શાહ, લાયન વ્યોમા મહેતા, લાયન અશ્વિન સોલંકી, લાચન પ્રવિણ ખોખાણી, લાયન હીરજી વરસાણી, લાચન ઉમેશ પાટડીયા, લાયન નવીન મહેતા, લાયન રોહિત જોષી, લાયન ધર્મેન્દ્ર બારમેડા, લાયન મનસુખ શાહ, લાયન શૈલેષ માણેક, લાચન શૈલેષ ઠક્કર, લાયન વિપુલ જેઠી, લાયન નીતિન મોરબીચા, લાયન કૌશિક સોમપુરા, લાયન અશોક ઝવેરી, લાચન કમલબેન જોષી, લાચન સુશીલાબેન આચાર્ય તેમજ લાચન્સ ક્લબ ઓફ ભુજ, માધાપર, ક્વિન્સ અને LNM હોસ્પિટલ ક્લબના અન્ય લાયન મેમ્બર અને હોસ્પિટલમાં ફ્રી ડાયાલિસિસનો લાભ લેતાં દર્દીઓના સગાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રેશ્માબેન ઝવેરીએ કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ લાયન ડૉ. મુકેશ ચંદે દ્વારા કરાઈ હતી.