
ગામ ટપ્પર હાલે અંજાર નિવાસી દેવજી વાલજી ગામોટ, ઉ.વ. ૫ર કે જેઓ અંજાર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇસ પર ટ્રેક્ટર ચલાવે છે. છેલ્લા ૪ વર્ષથી તેઓ વરીકોશ વેઇન (પગની નશોનું બ્લોકેજ)ની બીમારીથી પીડાતા હતા. આ ઓપરેશનનો ખર્ચ પણ ખુબ વધુ છે ત્યારે આ વાતની જાણ મુંબઇના પ્રખ્યાત કોરા શોરૂમ વાળા ગંગારામ મહારાજને ધ્યાનમાં આવતા તેમણે ઘણી બધી ટ્રીટમેન્ટ અને દુઃખાવા બાદ લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડીકલ ચેરમેન મનસુખ શાહને ભલામણ કરતાં તેમણે દેવજીભાઇની ટ્રીટમેન્ટ સંજીવન હોસ્પિટલ અમદાવાદમાં ડૉ. વિનયભાઇ ભોમીયાની ટીમે વરીકોશ વેઇન (પગની નશોનું બ્લોકેજ)નું ઓપરેશન સરકારી યોજના અંતર્ગત સંપૂર્ણ નિઃશૂલ્ક કરી આપેલ.
હાલે તેઓ એકદમ સ્વસ્થ છે અને આભારની લાગણી વ્યક્ત કરવા લાયન્સ હોલ પર આવેલ તે સમયે લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડીકલ ચેરમેન મનસુખ શાહ તથા પ્રેસીડન્ટ શૈલેન્દ્ર રાવલ ઉપસ્થિત રહેલા.