
ભુજ નિવાસી સ્મૃતિ વનમાં વૃક્ષારોપણનું કામ સંભાળતા અને મજુરી કામ કરતા અલ્પેશભાઇ ગુંસાઇની સુપુત્રી જેની ગુંસાઇ છેલ્લા પાંચ વર્ષથી પિતાશયના દુઃખાવાથી પિડાતી હતી. અનેક જગ્યાએ ડોક્ટરે સારવારમાં તેનો ઓપરેશન ખર્ચ ૮૦ થી ૯૦ હજાર થાય તેમ હતું, જે મજુરી કામ કરતા પરિવારને પરવડે તેમ નહતું ત્યારબાદ તેમને કવિઓ મહાજનના પ્રમુખ શ્રી જીગરભાઇ છેડા અને અંકિતભાઇ દ્વારા લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડીકલ ચેરમેન મનસુખ શાહને વિનંતી કરતાં તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉ. પાર્થ દલાલને ભલામણ કરતા તેમણે તથા તેમની ટીમે આ બાળકીનું પિતાશયનું સફળતાપૂર્વક ઓપરેશન સરકારી યોજના અંતર્ગત સંપૂર્ણ નિઃશૂલ્ક કરી આપેલ.
હાલે આ બાળકી એકદમ સ્વસ્થ છે તેમના માતા અમિતાબેન બાળકી સાથે આભારની લાગણી વ્યક્ત કરતા લાયન્સ હોલ પર આવેલ તે સમયે કવિઓ ભુજ તરફથી અંકિતભાઇ, લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડીકલ ચેરમેન મનસુખ શાહ તથા પ્રેસીડન્ટ શૈલેન્દ્ર રાવલ ઉપસ્થિત રહેલા તથા ડૉ. પાર્થ દલાલની ટીમનો આભાર વ્યક્ત કર્યો તેમજ દર્દીને સાંત્વના આપી હતી.