અંકલેશ્વર મા જુનિયર કલાર્કની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાય

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વર ના 18 સેન્ટરો પર જુનીયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થઇ છે .તમામ 18 સેન્ટરો ઉપર ભરૂચ જિલ્લા પોલીસ વડા તેમજ એસ ડી એમ ની ફ્લાયિંગ સ્કવોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી .

,ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા આજ રોજ સમગ્ર ગુજરાત માં જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે . ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ત્યારે અંકલેશ્વર માં 18 સેન્ટરો ઉપર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વર ના તમામ 18 સેન્ટરો ઉપર આરોગ્ય ની ટીમ તૈનાત કરવામાં આવી હતી તેમજ પરીક્ષાર્થીઓ ભય વિના પરીક્ષા આપી શકે તે પ્રમાણે નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ અને અંકલેશ્વર ના નાયબ કલેકટર , નૈતિકાબેન પટેલ તેમની ફ્લાયિંગ સ્કવોર્ડે સાથે 18 સેન્ટરો ની મુલાકાત લઇ પરિસ્થિતિ નો તાગ મેળવી જરૂરી સૂચનો કર્યા હતા તેમજ પરીક્ષા બ્લોક ની વિઝિટ કરી ..પરીક્ષાર્થીઓ ને પરીક્ષા દરમ્યાન મા કોઈ અગવડ ન પડે એ બાબતે હાજર સટાફ ને જરૂરી સૂચના ઓ આપી કડક અમલ કરવા તાકીદ કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *