બાલાચડી કેડેટ્સ એ શૈક્ષણિક કમ પ્રેરક પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી અને ધારાસભ્ય રિવાબા જાડેજા પાસેથી પ્રેરણા- માર્ગદર્શન અને પ્રોત્સાહન મેળવ્યા

જામનગર ( ભરત ભોગાયતા)

   તાજેતરજે માંસૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરના ધોરણ VI, VII, VIII અને IX ના કેડેટ્સ માટે ગુજરાત અનેરાજસ્થાનના વિવિધ સ્થળોએશૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ VI, VII અને VIII ના કેડેટ્સેસોમનાથ, દીવ, જૂનાગઢ અનેસાસણગીરની મુલાકાત લીધી હતી જ્યારે ધોરણ IX ના 75 કેડેટ્સ અને VIII મા ધોરણના 15 કેડેટ્સેઅમદાવાદ, ગાંધીનગર અનેમાઉન્ટ આબુની મુલાકાત લીધી હતી. કેડેટના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાળાથી દૂર આ એક મજાથી ભરપૂર સફર હતી જ્યાં કેડેટ્સનેતદ્દન અલગ વાતાવરણમાં શીખવાની તક મળી અને ગુજરાત અને રાજસ્થાનના સમૃદ્ધ વારસાથી પોતાનેસમૃદ્ધ બનાવ્યા. વર્ગVI, VII અનેVIII ના કેડેટ્સેસોમનાથમાં ‘સોમનાથ મંદિર’, ‘ભાલકા તીર્થ’, ‘ત્રિવેણી સંગમ’, ‘ગીતા મંદિર’ અનેનજીકના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓને લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા પ્રસિદ્ધ સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસ વિશેમાહિતગાર કરવામાં આવ્યા હતા. તેઓએ’દીવ કિલ્લો’, ‘ગોઘા અને નાગોઆ બીચ’ ‘સંત પોલ ચર્ચ’, પ્રાચીન ‘લાઇટ હાઉસ’, દીવમાં ‘આઈએનએસ ખુકરી’ની પેરિફેરલ મુલાકાત, ભવનાથ મહાદેવ મંદિર, ‘શકરબાગ ઝૂ’, ‘ગીરનાર તળેટી’, જૂનાગઢ અને સાસણગીરમાં દેવળીયા પાર્કની પણ મુલાકાત લીધી હતી.  જ્યારે IX વર્ગ અનેકેટલાક VIII વર્ગના કેડેટ્સનેગુજરાતમાં વિધાનસભા
ભવન, ગાંધીનગર અને’સાયન્સ સિટી’ની મુલાકાત લેવાની તક મળી. કેડેટસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અનેશ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય જામનગર (ઉત્તર) અને બાદમાં OBSSA સભ્યો સાથે વાર્તાલાપ
કર્યો. તેમજ પ્રેરણા માર્ગદર્શન અને પ્રોત્સાહન મેળવ્યા હતા ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુમાં અંબાજી મંદિર, દિલવારા જૈનજૈ મંદિર અને નક્કી તળાવની મુલાકાત લીધા બાદ કેડેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *