પાટણ આદિવાસી પરિવાર દ્વારા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા નું સન્માન કરાયુ

તાજેતરમાં NEET (UG) ૨૦૨૩ ની ઓનલાઈન એપ્લીકેશનની જાહેરાત અન્વયે ની SC/ST કેટેગરી માટે જાતિનું પ્રમાણપત્ર ૦૧ એપ્રિલ ૨૦૨૨ નું કે તે પછી નું નિયત નમૂનામાં માંગેલ હોવાના કારણે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસતા SC/ST ના મેડિકલ કોર્ષમાં પ્રવેશ મેળવવાની અરજી કરવામાં બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા ની જાણ રાજેન્દ્ર હિરવાણિયા ને થતાં તેમને આ બાબતની રજુઆત અમદાવાદ ના લોકપ્રિય સાંસદ અને સંસદીય સમિતિ SC/ST કલ્યાણ નવી દિલ્હી ના ચેરમેન ડૉ. કિરીટભાઈ સોલંકી ને કરતા ડૉ. કિરીટભાઈ સોલંકી એ ઉચ્ચસ્તરીય કેન્દ્રીય શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી તેમને તેમની માંગને ન્યાય આપી ને SC/ST ના ૦૧ એપ્રિલ ૨૦૨૨ નું કે તે પછી નું નિયત નમૂનામાં માંગેલ જાતિના પ્રમાણપત્રની સૂચના રદ્દ કરવામાં આવતા દેશના લાખો SC/ST વિદ્યાર્થીઓને નવીન પ્રમાણપત્ર મેળવવાની મુશ્કેલી માંથી રાહત મળતા વિદ્યાર્થી તથા વાલીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. પાટણ નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર રાજેન્દ્ર હીરવાણિયા ના સરાહનીય અને સમાજલક્ષી કાર્ય બદલ પાટણ આદિવાસી પરિવાર દ્વારા આજરોજ પાટણ નગરપાલિકા ના જાગૃત કોર્પોરેટર રાજેન્દ્ર હીરવાણીયા ને સન્માનવાનો કાર્યક્રમ મીરા દરવાજા ભીલવાસ પાટણ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ ના લોકપ્રિય સાંસદ અને સંસદીય સમિતિ SC/ST કલ્યાણ નવી દિલ્હી ના ચેરમેન ડૉ. કિરીટભાઈ સોલંકી અને કોર્પોરેટર રાજેન્દ્ર હીરવાણીયા નો આભાર વ્યક્ત કરી આદિવાસી પરિવારના આગેવાન વિશળદેવભાઇ ભીલ દ્વારા રાજેન્દ્ર હિરવાણીયા નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચ પટેલ શ્રી કિરીટભાઇ એમ. ભીલ, પંચ પટેલ શ્રી દશરથભાઇ ભીલ, પંચ પટેલ શ્રી રાજુભાઇ ભીલ, પંચ પટેલ શ્રી હરગોવનભાઇ, પંચ પટેલ શ્રી પ્રહલાદભાઇ સી. ભીલ, રમેશભાઇ ભીલ,પંચ પટેલ શ્રી ભરતભાઇ ભીલ, પાટણ નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર ગોવિંદભાઈ ભીલ વિગેરે ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી રાજેન્દ્ર હિરવાણીયા નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેશભાઇ ભીલ, પ્રશાંતભાઇ ભીલ, રમેશભાઈ ભીલ, ધરમસિંહ ભાઇ, વિનોદભાઇ, તરુણ રાણા, અક્ષિલ રાણા વિગેરે સામાજિક કાર્યકરમિત્રો તથા આગેવાનો અને સમાજ ની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સુનીલ જે ભીલ દ્વારા કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *