મોડાસા સાર્વજનિક હોસ્પિટલ માં મોકડ્રિલ યોજાઈ

કોરોનાને લઈ ઓક્સિજન પ્લાન્ટ, દવાઓ, આઇસીયું તમામ સુવિધાની તપાસ કરાઈ

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

આવનારા સમયમાં કોરોના વધુ વકરે તો દર્દીઓને પૂરતી સારવાર, દવાઓ મળી રહે, કોરોના સામે લડવા ખાસ ઓક્સિજનની જરૂર પડે, ત્યારે એ સુવિધા બાબતને લઈ સમગ્ર ગુજરાતમાં આજે મોકડ્રિલનું આયોજન કરાયું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સાર્વજનિક હોસ્પીટલમાં આરોગ્ય તંત્ર ધ્વારા મોકડ્રિલ યોજાઈ હતી.અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ સીએચસી, પીએચસી સેન્ટરો ખાતે જો કોરોના ફરી માથું ઊંચકે તો આવનાર પડકાર ઝીલવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ, દવાઓ, આઇસીયું વિભાગ, લેબોરેટરીથી લઈ તમામ સુવિધાઓની તૈયારી છે કે કેમ તે બાબત તપાસ કરતું મોકડ્રિલ યોજાઈ હતી .

મોકડ્રિલમાં એમ્બ્યુલન્સમાં દર્દી આવે છે. તેમને પીપીઈ કીટમાં સજ્જ કર્મચારી દ્વારા સ્ટ્રેચરમાં આઇસીયું ઇમરજન્સીમાં લઇ જઇ તાત્કાલિકસારવાર શરૂ કરવામાં આવે છે. ત્યારે જિલ્લા ઇએમઓ દ્વારા ઓક્સિજન પ્લાન્ટની પણ તપાસ હાથ ધરાઈ હતી અને કાર્યરત કર્યો હતો. આમ ભવિષ્યમાં જો કોરોનાનાં કેસો વધુ પ્રમાણમાં આવે તો મોકડ્રિલ દ્વારા તંત્ર એ પુરવાર કર્યું હતું કે અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ તમામ સ્થિતિને પહોચી વળવા સજ્જ છે…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *