
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
વિશ્વ હોમીયોપેથીક દિવસ ની ઉજવણી ના ભાગરૂપે નિયામક શ્રી આયુષ અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ આર્યુવેદીક અને હોમિયોપેથીક તમામ પ્રકારના રોગો નું નિદાન અને નિ:શુલ્ક દવા આપવામાં આવશે જેમાં ડૉ. ચંદ્રપાલ સિંહ ચૌહાણ B.H.M.S ( હોમિયોપેથીક, ડૉ.બિપીનભાઈ ખરાડી B.A.M.S, M.D (આર્યુવેદીક), જયેન્દ્રભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ નું આયોજનની શરૂઆત કરતા પહેલા ડોક્ટરશ્રી તથા તેમના સાથે આવેલ મહેમાનશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
બી ટી ફાઉન્ડેશન મોડાસા ના મેનેજીંગ ટ્રસ્ટી – બાબુભાઇ ટાઢા જેવોના દાનથી મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે અને ગરીબ નવાઝ સારવાર કેન્દ્રની સંપૂર્ણ જવાબદારી – સલીમભાઇ પટેલ (એસેન્ટ) સુપ્રિટેન્ડેન્ટની છે. થોડા જ સમય માં આયુર્વેદિક અને હોમિયોપેથીક તમામ પ્રકારના રોગો નું નિદાન અને નિ:શુલ્ક દવા ના કેમ્પ નો પ્રચાર સફરતાપૂર્વક કરવામાં આવ્યો. અને તે પ્રચાર બદલ સારવાર કેમ્પમાં 70 થી વધુ દર્દીઓએ નિદાન અને નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી. તેમજ Ars alb અને ઉકાળો પણ વિતરણ કરવામાં આવેલ જેનો લાભ બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો. ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર ના સભ્યો સિરાજભાઈ સુથાર, જુંબેદાબેન મોડાસીયા તેમજ ડૉક્ટર એમ. જે. ઝાઝ B.H.M.S, ફેસલ સુથાર, નો પૂરતો સાથ અને સહકાર પ્રાપ્ત થયો અને કેમ્પ ને સફળ બનાવ્યો હતો.