સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરજીની ૧૩૨મી જ્યંતી અન્વયે સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વોર્ડ નં-૬ માં મહાકાળી માતા મંદિર, ફતેપુરા ખાતે તેમજ વોર્ડ નં-૨ ના ચરેડી ખાતે સર્વ રોગ નિદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૨૦૦ થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી ઋચિર ભટ્ટ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ, ગાંધીનગર યુવા મોરચાના પ્રભારીશ્રી ડો. નિસર્ગ વ્યાસ , મહાનગર યુવા મોરચાના પ્રમુખ યુવરાજસિંહ ચાવડા, મહામંત્રી હરેશભાઇ પટેલ તેમજ મહાનગર ભાજપ યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *