
વ્યારા સ્થિત ટાઉનહોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા અને ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તાપીની પૂર્વ ડી.ડી.ઓશ્રીનો વિદાય અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

કમલમ ન્યુઝ. સમીર શાહ.
તાપી જિલ્લાના ડાયનેમિક, હંમેશા નવિન પહેલ માતે જાણીતા અને ડાઉન ટુ અર્થ રહી કામગીરી કરનાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાને તાજેતરમાં સુરત ખાતે દક્ષિણ ઝોનના કુલ ૨૨ જેટલી નગરપાલિકાઓના રિજ્યોનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે બઢતી મળેલ છે. જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લા પંચાયત પરિવાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડિયા માટે વ્યારા સ્થિત ડો.શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે સન્માન અને વિદાયમાન કાર્યક્રમ સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવા અને ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડિયાએ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં પદાધિકારીઓ અને અધિકારીઓ ખુબ જ હકારાત્મક વલણ ધરાવે છે. મારા દ્વારા તાપી જિલ્લામાં ૨૧ મહિના દરમિયાન જે પણ સારા કામો થઇ શક્યા તે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓના સહયોગથી શક્ય બન્યા છે. તેમણે પોતાની કારકિર્દી દરમ્યાન અન્ય રાજ્યની મુલાકાત વેળા કર્ણાટક વિધાનસભાની બિલ્ડીંગ ઉપર લોગો સાથે લખેલુ એક સુત્રને યાદ કરતા જણાવ્યું હતું કે, “ગવર્નમેન્ટસ વર્ક ઇઝ ગોડસ વર્ક” આ વાકયને મે હ્દયમાં સ્થાન આપ્યુ છે. એમ કહી તેમણે સૌ અધિકારીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું હતું કે, કર્મચારીમાંથી કર્મયોગી બનો ત્યારે જ પ્રજાલક્ષી કામો થઇ શકે છે.
વધુમાં તેમણે નવિન પહેલ રૂપે હાથ પર લીધેલા વિવિધ કામો જેવા કે, અમૃત સરોવર, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, ગોચરના વિકાસ માટેના કામો, મોડલ આંગણવાડી, કિચન ગાર્ડન, અધ્યતન લાઇબ્રેરી, સ્પીપાનું સેન્ટર ફરી શરૂ કરાવવા અંગે, યુવાનોને સોફ્ટસ્કીલ ડેવલપ કરવા અંગે, સખી મંડળોની પ્રોડકટનું માર્કેટીંગ અને બ્રાન્ડીંગ અને ડીઆઇસીના માધ્યમથી શિક્ષિત બેરોજગાર યુવાનોને નવા પ્રોજેક્ટ શરૂ કરવા અંગે જેવા વિવિધ પ્રગતિ હેઠળના કામોને પ્રાથમિકતા આપી પૂર્ણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તાપી જિલ્લામાં વિતાવેલ સમયને મારી ૩૦ વર્ષની કારકિર્દીનો “ગોલ્ડન પીરીયડ” છે એમ ગણાવ્યો હતો. આ સાથે તાપી જિલ્લો મારા હદયમાં વસેલો છે તેથી પદ કોઇ પણ જગ્યાએ હોઇ તાપી જિલ્લા માટે કામ કરવા હંમેશા તૈયાર છું એમ કહી નિવૃતિ બાદ પણ તાપી જિલ્લામાં મારી કામગીરી રહેશે અમે ભીની આંખે પોતાની ભાવના વ્યક્ત કરી હતી. અંતે તમણે પોતાના જીવનમાં પ્રેરણા સમાન માતાશ્રી મધુબેન કાપડિયા અને પત્નિ શ્રીમતી ભારતી કાપડિયાને સતત સાથ સહકાર આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.





આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, પદ્મશ્રી રમીલાબેન ગામીત, પશુપાલન અધિકારીશ્રી ડો.શાહ, પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા, ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, તાલુકા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવો વ્યક્ત કરી રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ લેવાયેલ નોંધ જેમાં તીથીભોજન, હરઘર તિરંગા, ગ્રામ્યકક્ષાએ લાઇબ્રેરી, ગ્રામ્યકક્ષાએ સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કર્મચારીઓને બદલી, અધ્યતન આરોગ્ય સેવાઓ, પ્રાકૃતિક ખેતી માટેના કામો, મોડલ આંગણવાડી, આંગણવાડીના બાળકોને દત્તક લેવા પોષક વાલી, સીએમ ડેસ બોર્ડમાં ૨૭ માં ક્રમેથી પહેલા ક્રમે તાપી જિલ્લાને લાવવું જેવા વિવિધ કામોની સરાહના કરી હતી. સૌએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાને બુકે, મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ગાળકુવા ગામની લાઇબ્રેરીના યુવા મંડળના પ્રતિનિધી હાર્દિકભાઇ સહિત વિવિધ સખી મંડળોના પ્રતિનિધિ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ન.પા.પ્રમુખ સેજલ રાણા સહિત જિલ્લા પંચાયતના વિવિધ શાખાઅધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્મૃતિ ભેટ આપી ડી.ડી.ઓશ્રીને સન્માન આપ્યુ હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ અધિકારીઓએ ફુલોની વર્ષા કરી ડી.ડી.ઓશ્રીને વિદાય આપી હતી. સૌ સ્વરૂચિ ભોજનમા જોડાયા હતા.