


રીપોર્ટ રાવ બીજેન્દ્ર યાદવ કમલમ ન્યૂઝ ગોધરા
દેશ ના બંધારણ ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબડકરની 14મી એપ્રિલ ના રોજ એટલે કે આજે 132મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના અનુસૂચિત જાતિ મોરચા ના કાર્યકરો દ્ધારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે પંચમહાલ જીલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત ના પ્રમુખ કૂ. કામિની બેન સોલંકી સહિત દલિત સમાજ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં શ્રધાંજલિ અર્પણ કરી ડૉ.બાબાસાહેબ ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય સંવિધાન ના સર્જક તથા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ની132મી જન્મજયતિ આખા દેશ મા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ના અનુસૂચિત જાતિ મોરચા ના કાર્યકરો દ્ધારા ગોધરા ના સર્કિટ હાઉસ ખાતેએક રેલી સ્વરૂપે પહોંચી ડૉ બાબાસાહેબ ને પુષ્પજલી અર્પણ કરવામાં આવી હતી.જેમાં અનુસૂચિત મોરચા ના કાર્યકરો તથા દલીત સમાજ ના આગેવાનો તેમજ નગરપાલિકા ના સફાઈ કામદારો જોડાયા હતાં.