
આનંદ ઠકકર ડીસા
પાલનપુર ખાતે આબુ હાઈવે અગાશી હોટલ ની બાજુ માં ચાર દિવસીય એક્ઝીબિઝન કમ સેલ નું આયોજન કરવા માં આવેલ જેમાં કુસુમ બેન રાવલ દ્વારા રીબીન કાપી ને આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું અને દીપ પ્રાગટય મોનીકા બેન રાઠી કુસુમબેન રાવલ પ્રો સુરેખાબેન પટેલ જીડી મોદી આર્ટસ કોલેજ પાલનપુર બીનાબેન ઠકકર ડીસા પિયુષ ભાઈ મિલિંદ રાઠી દ્વારા કરવામાં આવ્યું હતું આ એક્ઝીબિઝન માં બહેનો ને તેમજ નાના ઉદ્યોગો જે આત્મનિર્ભર છે તેમને પ્રોત્સાહિત કરવા માટે કરવા માં આવ્યું હતું જેમાં પાલનપુર ડીસા સુરત બોમ્બે પંજાબ અમદાવાદ ના આત્મનિર્ભર લોકો જોડાયા હતા આ એક્ઝીબિઝન માં કપડાં કટલરી કોસ્મેટિક આકર્ષક ગિફ્ટ ફૂડસ્ટોલ બાળકો માટે રમત ગમત નું પણ આયોજન આયોજક દ્વારા કરવા માં આવ્યું હતું આયોજકો દ્વારા દરેક સ્ટોલ તેમજ ગ્રાહક ને બંને ને સહકાર માટે એન્ટ્રી ફ્રી તેમજ પાંચ હજાર ની ખરીદી ઉપર ગ્રાહક ને ગિફ્ટ રાખવા માં આવેલ 16/17/18/19 4 દિવસ એક્ઝીબિઝન માં દરેકે મુલાકાત લઈ આત્મનિર્ભર લોકો ને પ્રોત્સાહન આપવું જોઈએ