ડીસા એપીએમસીમાં પ્રથમ વખત દલિત મહિલાને સ્થાન મળ્યું

નગરપાલિકા દ્વારા ડિરેક્ટર તરીકે નયનાબેન સોલંકીનું નામ સૂચવાયું

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ની ચૂંટણીમાં ભાજપની પેનલનો જંગી બહુમતીથી વિજય થયા બાદ ડીસા નગરપાલિકા દ્વારા પાલિકાની પેનલના એપીએમસી ડિરેક્ટર તરીકે નગરસેવિકા નયનાબેન સોલંકીનું નામ સૂચવવામાં આવ્યું છે. આમ ડીસા એપીએમસીમાં પ્રથમ વખત ડિરેક્ટર તરીકે દલિત મહિલાને સ્થાન મળશે.
એપીએમસીના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી ગઈ કાલે સમાપ્ત થઈ છે. જેમાં પ્રથમ વખત એપીએમસીમાં ભાજપના મેન્ડેટ સાથેની પેનલનો ભવ્ય વિજય થયો છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય અને એપીએમસીના વર્તમાન ચેરમેન માવજીભાઈ દેસાઈના અથાગ પ્રયત્નોથી બજાર સમિતિમાં પૂન: ભાજપનું શાસન પ્રસ્થાપિત થયું છે. ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડીસા નગરપાલિકામાંથી પણ એક સભ્યને મોકલવામાં આવે છે. જેમાં નવા બોર્ડમાં ડીસા નગરપાલિકામાંથી વોર્ડ નંબર 6 ના નગર સેવિકા નયનાબેન મગનભાઈ સોલંકીનું નામ ડિરેક્ટર તરીકે સૂચવાતા સર્વ સભ્યોએ સંમતિ આપી હતી. આમ ડીસા એપીએમસીના બોર્ડમાં પ્રથમ વખત દલિત મહિલા સ્થાન પામશે.જેથી સમાજમાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ છે.
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *