અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા ગડખોલ તેમજ ભડકોદ્રા ગ્રામ પંચાયત ને જેટિંગ મશીન ની ભેટ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા ભડકોદ્રા તેમજ ગડખોલ જેવા વધુ વસ્તી ધરાવતા ગામોમાં ડ્રેનેજ ચોકઅપ ની સમસ્યાઓના નિવારવા માટે 45.20 લાખ ના ખર્ચે બે જેટિંગ મશીન ની ભેટ આપવામાં આવી હતી જેનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરાયું હતું.

અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા 15 માં નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી ભડકોદ્રા અને ગડખોલ ગ્રામ પંચાયત ને બે જેટિંગ મશીન માટે 45 લાખ 20 હજારની ફાળવણી કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકા ના ભડકોદ્રા અને ગડખોલ ગામ વધુ વસ્તી ધરાવતા હોવાથી અવારનવાર ડ્રેનેજ ચોક-અપના પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે આ બંન્ને ગામો ને ડ્રેનેજ સમસ્યા ના નિવારણ માટે બે જેટિંગ મશીન નો લોકાર્પણ કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી ના પટાંગણ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત ના પ્રમુખ અનિલ પટેલ , તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ સહિતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને ભડકોદ્રા અને ગડખોલ ગામ ના સરપંચો સહીત ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બંન્ને ગામ ની મહિલા સરપંચો ને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે જેટિંગ મશીન ની ચાવી અર્પણ કરવામાં આવી હતી જોકે આ મશીનો આસપાસના જરૂરિયાતમંદ અન્ય ગામો ને પણ સેવા પુરી પાડવામાં આવશે ત્યારે મહાનુભાવો ના હસ્તે લીલી ઝંડી આપી બંન્ને જેટિંગ મશીનો ને પ્રસ્થાન કરાવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *