આધાર ઓપરેટરશ્રી રાહુલભાઈ ચૌધરીએ સરહાનીય કામગીરી કરી માનવતા મહેકાવી હતી

રાકેશ વાળા

તાજેતરમાં ડોલવણ તાલુકાના છેવાડાના આમોનિયા ગામના ત્રણ અપંગ બાળકોના આધારકાર્ડ ન હોવાને કારણે સરકારી લાભ લેવામાં મુશ્કેલી અનુભવાતા હતા. આ બાબતે આધાર નોંધણી માટે નાયબ મામલતદારશ્રી વિરલભાઇ પટેલને ધ્વનિ સંદેશો મળતા તાત્કાલિક ધોરણે આઈ.સી.ડી.એસ.વ્યારા ઘટક-૨ (ડોલવણ)ના આધાર ઓપરેટરશ્રી રાહુલભાઈ ચૌધરી આંગણવાડી અને પ્રા.શાળા ની મુલાકાત લઈ તેમણે પરિમલ અર્જુનભાઈ કોંકણી – ઉ.વ. ૧૪, એલ્વીન અમૃતભાઈ કોંકણી – ઉ.વ. ૧૬, રક્ષાબેન વિજયભાઈ કોંકણી – ઉ.વ. ૧૪ ની આધાર નોંધણી કરવામાં આવી હતી. મંદબુધ્ધિ તેમજ અપંગ બાળકો ધમાલ કરતા હોવાથી ૧ બાળકનો દોઢ કલાકના સતત પ્રયત્નો બાદ આધાર નોંધણી કરવામાં સફળતા મેળવી હતી અને આધાર ઓપરેટરશ્રી રાહુલભાઈ ચૌધરીએ સરહાનીય કામગીરી કરી માનવતા મહેકાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *