



ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય પ્રભુચરણ સ્વામીના મધુર કંઠે સમસ્ત પિતૃ મોક્ષાર્થે આયોજીત “શ્રીમદ્દ ભાગવત સપ્તાહ”માં સહભાગી બની, ભાગવત કથાનું સુંદર આયોજન કરવા બદલ શ્રી રાજુભાઈ ગોરધનભાઈ વઘાસિયા અને પરિવારના આ મંગલમય કાર્યને બિરદાવ્યું.
ભાવિક ભક્તો એકત્ર થઈ ભાગવત કથાનું રસપાન કરે એ સુસંસ્કૃત સમાજના નિર્માણ માટેનો સુંદર રસ્તો છે. ભાગવત કથા જીવનમાં અપનાવવાથી સર્વાંગી કલ્યાણ અને દરેક મનોરથ પરિપૂર્ણ થાય છે ત્યારે કથાપાન કરનાર તમામ શ્રોતાઓનું ભગવાન સ્વામિનારાયણ મંગલ કરે એવી પ્રાર્થના…
આ અવસરે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સેંકડો સંતો – અનુયાયીઓ, સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીશ્રી સહિત રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો તેમજ આસપાસના 40 જેટલા ગામોના ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.