આહવા ખાતે યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ : ૧૨ પ્રશ્નોની થઈ રજૂઆત

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સ્વાગત સપ્તાહના અંતિમ પડાવે આયોજિત ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’માં ડાંગ જિલ્લાના ૧૨ પ્રશ્નો રજૂ થયા હતા. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર તથા પોલિસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ માં જુદા જુદા વિભાગોને સ્પર્શતા બાર પ્રશ્નોની રજૂઆત પરત્વે નિકાલની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ડાંગ જિલ્લાના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કર્મચારીઓના પેન્શન કેસ સહિત રસ્તા, ગટર, કોઝ-વે, આંગણવાડીનું મકાન, એસ.ટી.બસની સુવિધા સહિત વન અને પોલીસ વિભાગને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત થવા પામી હતી. કલેક્ટર શ્રી મહેશ પટેલે તમામ પ્રશ્નોમાં નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી તેના નિરાકરણની દિશામાં પ્રયાસો હાથ ધરવાની બાંહેધરી આપી હતી. દરમિયાન પેન્શન કેસ જેવા પ્રશ્ને વિશેષ ઝૂંબેશ હાથ ધરીને આવા કેસોમાં કાર્યવાહી કરવાની હિમાયત પણ કલેક્ટરશ્રીએ હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીત, તથા ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડાએ બેઠકની કાર્યવાહી સંભાળી હતી. જિલ્લાના સંબંધિત વિભાગો સહિત સંકલનના તમામ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *