

ધી. મ. લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા સંચાલિત સર પી. ટી. સાયન્સ કોલેજમાં તારીખ 28 એપ્રિલ 2023 ના રોજ “મેડિશનલ કેમેસ્ટ્રી એન્ડ ડ્રગ ડિઝાઇન” વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાઈ.આ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ અને સાયન્સ કોલેજના પ્રભારીશ્રી સુભાષભાઈ શાહ, ગોપાલ સ્નેક્સના પ્રતિનિધિ શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. આ કોન્ફરન્સમાં કીનોટ સ્પીકર તરીકે પ્રો. કિશોર એચ ચીખલીયા ( વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી), પ્રો. રક્ષિત અમેટા (ડાયરેક્ટર જી આર એન યુનિવર્સિટી રાજસ્થાન, ઉદયપુર), પ્રો. પ્રણવ શ્રીવાસ્તવ (હેડ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) ઉપસ્થિત રહેલ. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડો. ડી આર ફુદાણી સાહેબ દ્વારા અને કોલેજ તથા કોન્ફરન્સની વિગત પ્રિ. ડો. કે પી પટેલ સાહેબે આપી. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રસાયણશાસ્ત્ર વિષયના વશિષ્ઠ કહી શકાય તેવા પ્રો. સુરેશ સી અમેટાની વિશેષ ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા. પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ શાહે તેમજ કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદીએ શુભેચ્છાઓ પાઠવી અને આ કોન્ફરન્સના માધ્યમથી સમાજ જીવનને ઉપયોગી થાય તેવા સંશોધનો થાય તેઓ આશાવાદ વ્યક્ત કર્યો. અંતમાં આભારવિધિ કોઓર્ડીનેટર ડો. એસ. વી પટેલે કરી અને રાષ્ટ્રગીત સાથે ઉદ્ઘાટન કાર્યક્રમ સંપન્ન થયો.
ઉદ્ઘાટન બાદ કીનોટ સ્પીકરના સેશનમાં ત્રણેય તજજ્ઞો દ્વારા સંશોધકો અને અધ્યાપકોને ઉપયોગી વક્તવ્ય થયા. આ કાર્યક્રમમાં લગભગ 200 અધ્યાપકો હાજર રહ્યા અને ૮૫ રીસર્ચ સ્ટુડન્ટસ દ્વારા પેપરનું પોસ્ટર પ્રેઝન્ટેશન થયું અને કાર્યક્રમના અંતમાં સમાપન સમારોહમાં બેસ્ટ પ્રેઝન્ટેશન પ્રાઇઝ આપવામાં આવ્યા. સમગ્ર કોન્ફરન્સના આયોજનને મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખશ્રી અને સમગ્ર મંડળ દ્વારા પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવામાં આવ્યા.
