રિપોર્ટ, મયુર પટેલ
ગુ.મા. અને ઉ.મા. બોર્ડ દ્રારા જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬૫.૫૮. ચીખલી તાલીકાનું પરિણામ ૫૮.૭૧% અને વાંસદા તાલુકાનું ૪૬.૨૬% આવ્યું. તેની વચ્ચે ગ્રાન્ટેડ શાળામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા માંથી કુલ ૧૭૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી ૧૩૨ વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થઈ ૭૫% પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થી નિખિલ શૈલેષભાઈ પટેલ (PR-૯૯.૧૭) પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઉપરાંત દ્વિતીય ક્રમે સાર્થક પ્રકાશભાઈ પટેલ (PR- ૯૯.૦૨) અને તૃતીય ક્રમ અબુઝર શકીલ પટેલ (PR-૯૬.૯૮)એ પ્રાપ્ત કરી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે.

ઉત્તમ પરિણામ બદલ શાળા પરિવારને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ.રાજશ્રીબેન ટંડેલ,મંડળના પદાધિકારીઓ અને આચાર્યશ્રી દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.