શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા બાળ મોતિયાનાં ફિ કરવાનું મહા અભિયાન

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટ દ્વારા નાના ભૂલકાઓ–બાળકોના નિઃશૂલ્ક(મફત)બાળ મોતિયાઓનાં ઓપેરશન દ્વારા આખુ ગુજરાત બાળ મોતિયાનાં ફિ કરવાનું તા.૧૧/૦૫/૨૩ થી તા.૩૧/૦૫/૨૩ સુધી મહા અભિયાન

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટ દ્વારા શ્રી સદ્ગુરુ સદન ટ્રસ્ટ(પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ),રાજકોટનાં સ્થાપના દિવસ નિમિતે પ.પૂ.શ્રી સદ્ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની અસીમ કૃપા તથા પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં બાળકો,નાના ભૂલકાઓ બાળ મોતિયાથી મુકત થાય તથા સમગ્ર ગુજરાત આ બાળ મોતિયાથી સૌથી પહેલા મુકત કરવાનાં આ મહાસંકલ્પ રૂપે સૌપ્રથમવાર બાળ મોતિયા દર્દીઓની સેવાનો નિઃશૂલ્ક(મફત)મહાયજ્ઞનું તા.૧૧/૦૫/૨૩,ગુરૂવાર થી તા.૩૧/૦૫/૨૩,બુધવાર સુધી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, આ બાળ મોતિયા ૧ વર્ષનાં બાળકથી માંડીને ૧૦ વર્ષનાં બાળકમાં ખૂબજ નાની ઉંમરમાં આવી જાઈ છે,જેથી બાળકો દરનું કશું જોઈ શકતા નથી,આ માટે બાળ મોતિયાનું ઓપરેશન કરાવવું ખૂબજ જરૂરી હોય છે,જે માટે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટ દ્વારા સગમ્ર ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં કોઈપણ બાળક,નાના ભૂલકાઓ કે જેને બાળ મોતિયો છે,તેવા બાળકો ઓપરેશન વગર ન રહી જાઈ એ માટે ખાસ તા.૧૧/૫/૨૩ થી તા.૩૧/૫/૨૩ સુધી ૨૦ દિવસ સુધી આ મહાઅભિયાનનું નિઃશૂલ્ક(મફત)આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં સર્વ જાહેર જાનતા આ અમૂલ્ય એવા સેવાયજ્ઞમાં જોડાવા અમારી નમ્ર અપીલ છે કે આપની આસપાસ ગામડે,શહેરમાં તથા આજુબાજુ કે ગુજરાતનાં કોઈપણ ખૂણે બાળમોતિયા હોય તો તેમને આ મહાયજ્ઞમાં પહોંચાડી આંગળી ચીંધી ને પૂણ્યનું ભાથુ બાંધી શકાય છે. અને ખાસ બાળકોને ફેંકોમશીનથી ટાંકાવગરના સોફટફોલ્ડેબલ નેત્રમણી સાથે નામાંકિત ડોકટરો દ્વારા નિઃશૂલ્ક (મફત)ઓપરેશન કરવામાં આવશે.તથા દરેક સુવિધાઓ આપવામાં મફત આપવામાં આવશે. તો અમારી સૌને નમ્ર વિનંતી તથા અપીલ છે કે,આ પૂણ્યકાર્યમાં સર્વ જાહેર જનતા તેમની આસપાસ આવા બાળ મોતિયાઓ શોધી અથવા મોતિયાની બિમારીઓથી પરેશાન હોય તેવા નાના ભૂલકાઓને અહિંયા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટ સુધી પહોંચાડીને આ સેવાકાર્યમાં સહભાગી થઈ આંગળી ચિંધવાનું પૂણ્ય મળે છે,આ અભિયાનથી સમગ્ર ગુજરાતમાંથી બાળ મોતિયાને નાબુદ કરીને ભારતમાં સૌપ્રથમ બાળ મોતિયા મુકત ગુજરાત બનાવીને દેશમાં પ્રથમ સ્થાન મેળવવાનો અમારો મહાસંકલ્પ છે. આ બાળ મોતિયા અભિયાનમાં સૌ તંત્રી મહોદયશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે, આ સમાચાર આપનાં સુપ્રસિધ્ધ અખબારમાં મોટા હેંડીંગ સાથે શહેરી તથા ગ્રામ્ય આવૃતિઓમાં પ્રસિધ્ધ કરવા નમ્ર વિનંતી,કારણ કે આ સમાચાર ઘેર ઘેર સુધી પહોંચ છે,જેથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ નાના ભૂલકાઓ,બાળકોને બાળ મોતિયાઓ હશે તો તેમના વાલીઓ આ ઓપરેશનનો મફત લાભ મેળવી શકશે. આ બાળ મોતિયાની વધારની કોઈપણ જાણકારી માટે અમારા મોબાઈલ નં.૯૫૮૬૩ ૦૮૧૭૮,૮૪૬૦૯ ૨૮૫૦૮, ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી. નિમંત્રક આયોજક શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ,રાજકોટ,મો.૯૫૮૬૩૦૮૧૭૮,૮૪૬૦૯ ૨૮૫૦૮

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *