ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ ની સામાન્ય સભા ચેર પર્સન શ્રી હિતેશ પંડ્યા સાહેબ ના ની અધ્યક્ષતા માં તારીખ ૮ નવેમ્બર ૨૦૨૦ ના રોજ યોજાયેલ હતી જેમાં દિવાળી ને અનુલક્ષીને સેવાકીય કાર્યક્રમ યોજવા માટે ચર્ચા વિચારણા કરી હતી જનરલ મીટિંગ માં નીચે મુજબ ના નિર્ણયો કાર્યક્રમ હેતુ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દિવાળીમાં ગરીબ વસાહત ના બાળકો સાથે અને વૃધ્ધાશ્રમ ના વૃધ્ધો સાથે દિવાળી ઉજવશે તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ સવારે બાલ દિવસ નિમિતે બાળકો માટે મીઠાઈ અને ફૂલઝડી આપવાનો કાર્યક્રમ સેક્ટર ૧૩ ખાતે કે જ્યાં છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક શિક્ષણ ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા આપવાનો કાર્યક્રમ ચાલે છે ત્યાં દિવાળી નિમિતે કાર્યક્રમ સવારે ૧૦. ૩૦ વાગ્યે યોજાશે અને સેક્ટર ૨૪ માં પણ આ વર્ષે શિક્ષણ કાર્ય ગરીબ કલ્યાણ અર્થે ગરીબ વસાહત ના બાળકો માટે શરૂ કર્યું છે ત્યાં ૧૧. ૩૦ વાગ્યે મીઠાઈ અને ફૂલઝડી વહેંચવાનો કાર્યક્રમ યોજાશે તદ ઉપરાંત પરિવારો થી અલગ વૃધ્ધાશ્રમ માં રહેતા વૃધ્ધો માટે તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ સાંજે દિવાળી ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ મિટિંગ માં નીચે જણાવેલ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
- શ્રી હિતેશભાઇ પંડયા ચેર પર્સન
- શ્રીમતી આશાબેન પંડયા
- શ્રીમતી મનીષાબેન ગોહેલ સેક્રેટરી
- શ્રી રાધેશ્યામ યાદવ પ્રમુખ
- શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ઉપ પ્રમુખ
- શ્રી મંગળ સિંહ સોલંકી ઉપ પ્રમુખ
- શ્રી ઉદયભાઇ
- શ્રી ભરતભાઇ દેસાઇ
- શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ
- શ્રી મહેન્દ્રભાઇ ચૌહાણ
- શ્રી સંજીવ યાદવ કોષાધ્યક્ષ
- શ્રી લાલસિંહ યાદવ
સંસ્થા દ્વારા યોજાનાર બાળકો અને વૃધ્ધો માટેના આ કાર્યક્રમ માં જે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકાર નો સહયોગ આપવા માંગતી હોય તેમણે નીચે જણાવેલ નંબર પર સંપર્ક સાધવાનો રહેશે. સંસ્થા ને આપેલ સહયોગ રાશિ ઈન્કમ ટેક્સ માં કલમ ૮૦ જી મુજબ કર માં રાહત ને પાત્ર રહેશે.
સંસ્થા ના પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ મૉ. +91 97230 23092
ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ Mo 8849794377
