જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તાપી જિલ્લાની મુલાકાતે

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
જિલ્લાના પ્રત્યેક નાગરિકને પીવાના શુદ્ધ પાણીની અને સિચાંઇની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૦૮* :- જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે વ્યારાના કણજા ખાતે સુરત બલ્ક જૂથ હેઠળ પાણી પુરવઠા યોજના અને પુર્વ સોનગઢના દુમદા-ફિલ્ટર પ્લાન્ટ, અને ઉત્તર સોનગઢના સિંગલખાંચ ખાતે પાણી પુરવઠા યોજના હેઠળ ચાલી રહેલ ઇન્ટેકવેલના કામોની મુલાકાત ઉપરાંત સિંચાઈ વિભાગ હેઠળ સાતકાશી ખાતે તાપી- કરજણ લિંક પાઇપલાઈન પ્રોજેક્ટના પ્રગતિ હેઠળના કામો તથા ઉકાઈ ડેમ પાઇપલાઇન સહિતના તમામ કામોની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળાએ સિંચાઈ-પીવાના પાણી માટેના તમામ યોજનાકીય કામોની પ્રશંસા કરતા મંત્રીશ્રી બાવળીયાએ આ કામગીરી બિરદાવી હતી. જિલ્લાના નાગરિકોને માટે સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા પ્રજાના હિતમાં જ નિર્ણયો કરીને આવી યોજનાઓ અમલી બનાવે છે.

સુરત બલ્ક જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ તાપી નદી પર ૬૪૬.૪૭ કરોડના ખર્ચે ૨૦૦ MLD પાણીની ક્ષમતા ધરાવતી યોજના સાકારિત થઇ રહી છે. જેનાથી ૬ શહેરોના ૬૬૪ ગામોને આ યોજનાનો લાભ મળશે, જ્યારે પૂર્વ સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ફિલ્ટર પ્લાન્ટ ૨૧૪ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા યોજના સોનગઢ-ઉચ્છલ તાલુકાના કુલ ૮૭ ગામોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. ઉત્તર સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ.૪૪.૮૮ કરોડ ખર્ચે તૈયાર થઈ રહેલ ઇન્ટેકવેલ 2.5 MLD ક્ષમતા સાથે ૧૧ ગામોને આ યોજના થકી લાભ થશે.

ઉપરાંત સિંચાઈ વિભાગ હેઠળ સાતકાશી ખાતે રૂ.૬૫૧.૦૬ કરોડ ના ખર્ચ તૈયાર થઇ રહેલ તાપી-કરજણ પાઈપલાઈન યોજનાના કામોની મુલાકાત લઈને પ્રગતિ હેઠળના કાર્યોને ગુણવત્તાયુક્ત અને વધુ વેગવાન બનાવવા રચનાત્મક સૂચનો કરીને પ્રોત્સાહિત કર્યા હતા.આ સાથે ઉકાઇ ડેમની પણ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન વિવિવ યોજનાના સબંધિત અધિકારીઓએ મંત્રીશ્રીને પ્રગતિ હેઠળ ચાલી રહેલ તમામ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. મંત્રીશ્રીની મુલાકાત વેળાએ ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી, જિલ્લા પાણીપુરવઠા અધિકારીશ્રી,અન્ય અધકારી/કર્મચારીઓ તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *