“મન કી બાત” ના એકસો (૧૦૦)માં એપિસોડ વખતે સૌ મંત્રમુગ્ધ થયા

જામનગર ( ભરત ભોગાયતા)

ભારતના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્ર સાથેના અનેરા તાદાત્મ્ય સમાન ‘મન કી બાત’ ના એકસો (૧૦૦) માં એપિસોડ વખતે દરેક વખતના પ્રસારણની જેમ જ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હોવાનું સંસદસભ્ય શ્રી પુનમબેન માડમ એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પુનમબેન માડમ દ્વારા ગત તારીખ ૩૦ના શહેરમાં વોર્ડ નં.૧૪ના શક્તિ કેન્દ્ર નંબર ૩૫ અને બુથ નંબર ૬૨ ઉપર આ પ્રસારણના સમૂહ શ્રવણનું આયોજન થયું હતું ત્યારે સૌ આમંત્રિતોએ અનેરા ઉત્સાહથી શ્રવણ કર્યું હતું.
રાષ્ટ્ર નિર્માણ સાથે ચરિત્ર નિર્માણ અને નવ્ય દિશા નિદર્શનના ત્રિવેણી સંગમ સમાન આકાશવાણી ઉપરથી ‘મન કી બાત’નું ઐતિહાસિક પ્રસારણ નાગરીકો માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે, જે વિવિધ બાવન ભાષાઓ અને બોલીઓમાં પ્રસારિત થાય છે.
ત્યારે જામનગરમાં એક અનોખા ઉત્સવ જેવા માહોલમાં કરવામાં આવેલા આયોજન વખતે નગરના શ્રેષ્ઠીઓ, ટ્રસ્ટીઑ, મહાનુભાવો, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને જાણે નવી ઊર્જા, નવી ચેતનાનો સૌએ અનુભવ કર્યો હોય તેવા પ્રતિભાવો મળ્યા હતા.

પ્રધાનમંત્રીશ્રીના આ ખુબજ મહત્વના પ્રસારણનું રસપ્રદ શ્રવણ કરવા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ સાથે મહાજન અગ્રણી અને નવાનગર કો.ઓપરેટીવ બેંક તેમજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રમણીકભાઈ શાહ, શ્રી એમ.પી.શાહ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી ઇન્દુભાઈ વોરા, જામનગર ફેક્ટરી એસોસીએશનના પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા અને સાથી હોદ્દેદારો, લોહાણા સમાજના પ્રમુખ તેમજ સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ એચ. લાલ અને સાથી હોદ્દેદારો, જી.આઈ.ડી.સી શેડ હોલ્ડર એસોસીએસનના પ્રમુખ શ્રી દિનેશભાઈ ડાંગરિયા તથા સાથી હોદ્દેદારો, સુમેર સપોર્ટસ કલબના પ્રમુખ શ્રી રાજુભાઈ શેઠ તથા કલબના હોદ્દેદારો અને સભ્યો, લેઉવા પટેલ સમાજના આગેવાનો, શ્રી ગંગાદાસભાઈ પટેલ, સ્પીનર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી સુરેશભાઈ ગંગદાસભાઈ પટેલ, મહેશ્વરી સમાજના આગેવાન અને અગ્રણી ઉદ્યોગપતિશ્રી રામગોપાલ મહેશ્વરી, શ્રી એમ.પી.શાહ ઉદ્યોગનગરના ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ ભદ્રા, પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ પટેલ, આઇશ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવીદાનભાઈ ગઢવી તથા સાથી ટ્રસ્ટીઓ, એમ. આર. એ. આઈ. ના ડાયરેક્ટરશ્રી જીનેશભાઈ શાહ, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન જામનગરના હોદ્દેદાર તબીબો, એક્ઝીમ મેટલ્સ એસોસીએશનના શ્રી ધરમભાઇ જોષી અને સાથી સભ્યો, આર્યસમાજ ના પ્રમુખશ્રી દીપકભાઈ ઠક્કર, સતવારા સમાજ ના આગેવાનો શ્રી માવજીભાઈ નકુમ, શ્રી વલભભાઈ ધારવીયા તેમજ ગોકુલનગર સતવારા સમાજના પ્રમુખશ્રી નટુભાઇ તથા સાથી આગેવાનો, શ્રી આહીર યુવા ગ્રુપના પ્રમુખ શ્રી મહેશભાઈ નંદાણીયા અને ટીમ સહિતના જામનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મનીષભાઈ કટારીયા, જામનગર મહાનગર ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી વિજયસિહ જેઠવા તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી મનહરભાઈ ઝાલા, શ્રી લાલજીભાઇ સોલંકી, પૂર્વ ભાજપ શહેર પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, શ્રી મુકેશભાઇ દાસાણી, વોર્ડન. 14 ના પ્રમુખશ્રી નાનજીભાઈ નાખવા, મહામંત્રીશ્રી ભોલાભાઈ ભોચીયા અને શ્રી દિનેશભાઇ ભદ્રા, કોર્પોરેટરોશ્રી જીતુભાઈ શીંગાળા, શ્રી શારદાબેન lJ\h]0F, શ્રી લીલાબેન ભદ્રા, ઓધવરામ શક્તિ કેન્દ્ર ના પ્રભારી શ્રી વિનોદભાઈ મકવાણા, સયોજકશ્રી સુરેશભાઇ કટારમલ તથા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નાગરિકો સહીત સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *