ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત ૩૬-GNPL નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટની પ્રથમ મહિલા ક્રિકેટ મેચ યોજાઇ.

વિસ્તારની મહિલાઓ માટે સૌપ્રથમ વખત નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના યુવા મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા પારિવારિક મનોરંજન અને પ્રોત્સાહનના ઉમદા હેતુથી આયોજિત ૩૬-GNPL નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં તા. ૮ મે, સોમવારના રોજ પ્રથમ મહિલા ક્રિકેટ મેચ યોજાઇ હતી જેમાં વોલી ૧૧ અને વીતરાગ વીર ૧૧ ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. મહિલાઓએ ઉત્સાહભેર ખેલદિલી સાથે ક્રિકેટની રમત રમી હતી અને ખુબ જ મનોરંજક માહોલમાં ક્રિકેટ મેચ સંપન્ન થઈ હતી. મહિલા ટીમ વચ્ચેની પ્રથમ મેચમાં વિતરાગ વીર ૧૧ એ પ્રથમ બેટિંગ કરતા ૬૨/૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેને વોલી ૧૧ એ અંતિમ ઓવરમાં ચેઝ કરી વિજય મેળવ્યો હતો.

અત્રે નોંધપાત્ર છે કે, ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં સૌ પ્રથમ વખત વિસ્તારમાં રહેતી મહિલાઓ માટે આ પ્રકારે નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ મહિલા મેચમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મહિલા કાઉન્સિલરો, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓ નો જુસ્સો વધાર્યો હતો. હાલ નો માહોલ જોતાં આગામી સમયમાં ટુર્નામેન્ટ વધુ રસપ્રદ બનશે અને પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન મળતું રહેશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

તા. ૯ મે, મંગળવારે ૩૬-GNPLની પાંચ મેચ યોજાશે જેમાં રાંધેજા કોર્પોરેટર ૧૧ અને સિવિલ વોરિયર, GSEC ૧૧ અને રુહી ૧૧, VCC ૧૧ અને મહાદેવ ૧૧, શ્લોક ૧૧ અને GMCCS ૧૧ એકબીજા સાથે ટકરાશે. આજની મહિલાઓની મેચમાં શક્તિ ૯૮ અને GEB વુમન વોરિયર્સ વચ્ચે મેચ યોજાશે.

તા. ૮ મે ના રોજ યોજાયેલ મેચના પરિણામ નીચે મુજબ છે.
૧. અર્બુદા ૧૧- ૧૮૫/૨ (વિજેતા), સેકટર ૭A વસાહત મંડળ- ૭૨/૯
૨. વીતરાગ વીર ૧૧- ૬૨/૭, વોલી ૧૧ ૬૫/૧ (વિજેતા)
૩. કુંભનાંથ ૧૧- ૧૩૯/૬ (વિજેતા), પ્રમુખ ૧૧- ૮૯/૧૦
૪. સ્પાર્ક હીટર્સ- ૧૬૦/૪(વિજેતા), ભીમ ૧૧- ૯૭/૬

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *