ગુજરાત રાજ્ય કક્ષા સમર કોચિંગ કેમ્પનું મોડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી ના મોડાસા ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી ઘ્વારા અને એમ એલ ગાંધી ઉ કેળવણી મંડળ ના સહયોગ થી ખેલે ગુજરાત રાજ્ય કક્ષા સમર કોચિંગ કેમ્પ નું તારીખ 11 મે થી 31 મે સુધી આયોજન કરવામાં આવ્યુ છે જેમા ગુજરાત ના અલગ અલગ જિલ્લા ના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ 100 ખેલાડી ભાગ લેશે આ તમામ ખેલાડી ને રાજ્ય સરકાર ઘ્વારા રહેવા, જમવા, સ્પોર્ટ્સ કીટ જેવી તમામ સુવિધા આપવામાં આવશે અને નિષ્ણાંત કોચ ઘ્વારા તાલીમ આપવામાં આવશે આ તમામ ખેલાડી ને અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર અભિનંદનની સાથે શુભેચ્છાઓ પાઠવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *