સુજની – ભરૂચની કલા અને સાંસ્કૃતિક વિરાસત

પરંપરાગત અને લુપ્તતાના આરે ઉભેલી એવી “સુજની”(એક પ્રકારની રજાઈ) ભરુચની એવી દુર્લભ કળા છે. આ કળાને ટકાવી રાખનારા કસબીકાર અઝીઝ સુજનીવાલા અને ભરુચ જિલ્લા સુજની ઉત્પાદન ખરીદ-વેચાણ સહકારી મંડળીના પ્રમુખશ્રી રીઝવાના જમીંદાર સાથે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે મુલાકાત કરી. સુજની એ ભરૂચના “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” હેઠળ આવરી લેવાઈ છે અને હાલ બે પરિવારો જ આ કળામાં પારંગત છે. સખત પરિશ્રમ, કુનેહ અને સમય માંગી લેતી સુજનીની કળા ધીરજપૂર્વક અને સતત અભ્યાસથી આવી હસ્તકળા સિદ્ધ થાય છે, આવા બારીક અને પરંપરાગત કૌશલ્યો જ આપણી કરી વિરાસત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *