
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહિલાને પગભર બનાવવા સિલાઈ મશીન અર્પણ કરાયુંમોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી મહિલા ઉત્થાનના કાર્યોમાં અગ્રેસર જોવા મળે છે મહિલાને પગભર બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં એક જરૂરિયાતમંદ મહિલાને સિલાઈ મશીન અર્પણ કર્યું હતું મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોના સામુહિક સહકારથી જરૂરિયાતમંદ મહિલાને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી કલેકટર જી. ટી પંડ્યા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સિલાઈ મશીન દ્વારા જરૂરિયાતમંદ મહિલા પોતાના પગ ભર થઈ પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે અને આ સિલાઈ મશીન અર્પણ કરતા આ મહિલાના ચહેરા ઉપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું.. આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.