નરેન્દ્ર મોદી ટીમ, ગુજરાત દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી 150 વિદ્યાર્થિની બહેનો અને મહિલા આચાર્યો તેમજ મહિલા અધ્યાપકો માટે “ધ કેરલા સ્ટોરી” ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું.

નરેન્દ્ર મોદી ટીમ રાષ્ટ્રીય લેવલ પર કાર્ય કરે છે. નરેન્દ્ર મોદી ટીમ સામાજીક કાર્યો અને પ્રવુતિઓ કરે છે કે જે રાષ્ટ્ર નિર્માણ અને સમાજને મદદરૂપ થાય. નરેન્દ્ર મોદી ટીમ તરફથી સામાજિક જાગૃતિના વ્યાપક કાર્યક્રમો, સરકારની યોજનાઓથી લોકોને માહિતગાર કરવા અને સમાજ ઉપયોગી અન્ય કાર્યો જેમ કે વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, વિદ્યાદાન, સફાઈ અભિયાન, જરૂિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ, વિધાર્થીઓને રોજગારી અને કારકિર્દીમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન, ભૂખ્યાને ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કરવામાં આવે છે.નરેન્દ્ર મોદી ટીમનું મુખ્ય સૂત્ર ભારતને વિશ્વગુરુનાં પંથે લઈ જવાનું છે.
ધ કેરલા સ્ટોરી ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બહેનો માટે પ્રેરણારૂપ હોવાથી વિધાર્થીનીઓ તેમજ સમાજમાં જાગૃતિ ફેલાયએ માટે નરેન્દ્ર મોદી ટીમ તરફથી 150 થી પણ વધુ વિદ્યાર્થિની બહેનો માટે વેલેન્ટાઇન સિનેમા , સુરત ખાતે સવારના 10:00 કલાકના શોમાં ” ધ કેરલા સ્ટોરી” ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નરેન્દ્ર મોદી ટીમના પ્રો. ચેતનભાઈ રાઠોડ- (સુરત અધ્યક્ષ તેમજ ગુજરાત પ્રભારી), પ્રો. ચંદ્રેશભાઈ મેહતા- (સુરત ઉપાધ્યક્ષ), દેવેનભાઈ વર્મા – (સુરત ઉપાધ્યક્ષ), પ્રો. સાગરભાઈ ફેગડે – (સુરત મહામંત્રી), પ્રિન્સભાઈ ખોરસીયા – (સુરત મહામંત્રી) તેમજ વિપુલભાઈ દલાલ – (સુરત મહામંત્રી) હાજર રહ્યા હતા.
વેલેન્ટાઈન સિનેમામાં “ધ કેરલા સ્ટોરી” ફિલ્મ નિહાળતી વખતે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને વેલેન્ટાઈન સિનેમામાં જય હિન્દ, વંદે માતરમ , જય શ્રી રામનાં નારા સાથે કેસરિયો – ભગવો લહેરાયો હતો. નરેન્દ્ર મોદી ટીમ તરફથી સૌ વિદ્યાર્થિની બહેનો, મહિલા આચાર્યો અને મહિલા અઘ્યાપકો માટે નાસ્તા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. “ધ કેરલા સ્ટોરી” ફિલ્મ નિહાળનાર દીકરીઓના માતા-પિતા દ્વારા નરેન્દ્ર મોદી ટીમની કામગીરી વખાણવામાં આવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવેલ વિવિધ કોલેજોના મહિલા આચાર્યો અને મહિલા અઘ્યાપકોએ હાજરી આપી વિધાર્થિનીઓને સામાજિક જાગૃતિ માટે પ્રોત્સાહિત કરી હતી.
નરેન્દ્ર મોદી ટીમ “ધ કેરલા સ્ટોરી” ફિલ્મ નિહાળવા આવનાર સૌ હિંદપ્રિય વિધાર્થીની બહેનો, આદરણીય મહિલા આચાર્યો અધ્યાપકો અને વેલેન્ટાઇન સિનેમાનો આભાર વ્યક્ત કરે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *