અરવલ્લીના બાયડમાં એસ.ટી ડેપો દ્વારા બાયડ થી દ્વારકા બસ સેવાનો પ્રારંભ

આ બસ સવારે ૮:૩૦ વાગ્યે બાયડ થી ઉપડી રાત્રે ૯ કલાકે દ્વારકા પહોંચશે

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

છેલ્લા ઘણાં સમયથી બાયડ દ્વારકા બસની આ વિસ્તારની મુસાફર જનતાની માંગણી હતી.જે આજે પુરી થતા મુસાફર જનતામાં આનંદની લાગણી છવાઈ છે. આ બસ સવારે ૮:૩૦ વાગ્યે બાયડ થી ઉપડી વાયા કૃષ્ણનગર,બાપુનગર,અમદાવાદ,ચોટીલા, રાજકોટ, ધ્રોલ, જામનગર, જામખંભાળીયા થઈ રાત્રે ૯ કલાકે દ્વારકા પહોંચશે. ત્યાં રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે સવારે ૯ : ૦૦ વાગ્યે દ્વારકા થી ઉપડી એજ રૂટ પર સાંજે બાયડ પહોંચશે.

આ બસને આજે કંદર્પભાઈ ભટ્ટ દ્રારા વિધિવત રીતે પૂજા અર્ચના કરી મીઠાઈ ખવડાવી જય દ્વારકાધીશના જય ઘોષ સાથે રવાના કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિહોતર વિકાસ મંચ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ધનજીભાઈ રબારી (બોરમઠ) અને કંદર્પભાઈ ભટ્ટ (ચોઇલા) ડેપો મેનેજરશ્રી કેતનભાઈ પટેલ,એ. ટી.આઈ શ્રી વિરમભાઈ રબારી (નાંણા) કનુભાઈ રબારી (જીતપુર) શામળભાઈ રબારી (રામપુરા) તથા મોટી સંખ્યામાં એસ.ટી.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરવા જતા સૌ ધર્મપ્રેમી જનતાને આ બસ સેવાનો લાભ લેવા ડેપો મેનેજર શ્રી કેતનભાઈ પટેલે અનુરોધ કર્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *