
રાજ્ય સરકારના પુર્વ અધિક સચિવ કે.જી.વણઝારા ના અધ્યક્ષ સ્થાને ભવ્ય લગ્નોત્સવ નું સમાપન
વડોદરા ખાતે ગુજરાત ગાડલીયા લુહાર સાત ફેરા સમુહ લગ્ન સમિતિ તેમજ નવજાત ગના પ્રસંગ ના આશરે વડોદરા ખાતે ચતુર્થ સમુહ લગ્ન નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્ન માં ગાડલીયા લુહાર સમાજ ની ૨૬ દીકરીઓ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા . સપ્તપદીના ના સાતફેરા અને ગોર મહારાજ ના વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિ દેવ ની સાક્ષીએ નવ યુગલો સંસાર ચક્ર ના પવિત્ર રથ ને આગળ લઈ જવા અને આવનાર તમામ પરિસ્થિતિઓ ને પહોંચી વળવાના સંકલ્પ ને સિધ્ધ કરવા સહ જીવન ની કેડીએ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા.
*આવા ભગીરથ કાર્ય બદલ હું સમિતિના સભ્યો અને ગાડલીયા લુહાર સમાજ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું*
*:-નિલેશસિંહ રાઠોડ વડોદરા મેયર*
આ મહાયજ્ઞ ને જીવંત રાખવા ગાડલીયા લુહાર સમાજ ના સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજ સેવકો પોતાનુ અમુલ્ય યોગદાન આપી આ પવિત્ર જોડલા ને સંસાર ની કેડીએ ચલાવવા માટે તન મન ધન થી પ્રેરણા પુરી પાડી હતી.
તા ૧૫-૫-૨૦૨૩ ના રોજ વડોદરા ખાતે ભવ્ય લગ્ન સમારંભ યોજાયો ત્યારે આજના મોંઘવારી ના જમાનામાં જરૂરીયાતમંદ દીકરીઓ ના બાપ ના ખભે થી ભાર ઉતારવા માટે સમુહ લગ્ન સમિતિ દ્વારા સખત મહેનત કરી સમાજ ની દીકરીઓ ને ઘરવખરી ની તમામ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી.
*ગાડલીયા લુહાર સમાજ ના સપોર્ટ થી હું સૌ પ્રથમ રાજ્ય સરકાર માં મંત્રી તરીકે સ્થાન પામ્યો હતો*
*:-ભીખાભાઈ રબારી પુર્વ ઉદ્યોગ મંત્રી ગુજરાત સરકાર*
તેમજ આ ભગીરથ કાર્ય માં દીકરીઓ ને ભેટ સોગાદો આપી સમાજ ના દાનવીર દાતાઓએ સમાજ માં નવો રાહ ચીંધ્યો હતો.
*સમાજ માં શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધવું ખુબજ જરૂરી છે*
*:-ભથ્થુભાઈ શ્રીવાસ્તવ*
ગાડલીયા લુહાર સમાજ ના આવા સુંદર કાર્ય માં શોભા વધારવા બરોડા ડેરી ના પુર્વ ડિરેક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજુભાઈ) ,ડુંગરસિંહ રાઠોડ કરણી સેના અધ્યક્ષ વડોદરા તેમજ ગાડલીયા લુહાર સમાજ ના રમેશભાઈ માસ્તર, બાબુભાઈ લખાણી,વદેશભાઈ લખાણી
તેમજ નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ભગીરથ કાર્ય ને ભવ્ય રીતે પાર પાડવા ગુજરાત ગાડલીયા લુહાર યુવા સંગઠન તેમજ વડોદરા ગાડલીયા લુહાર સમાજ ના આગેવાનો એ તનતોડ મહેનત કરી હતી.
સમુહ લગ્ન ની પુર્વ સંધ્યાએ ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાડલીયા લુહાર સમાજ ના ભજન સમ્રાટ બાબુભાઈ લખાણી,ભાવના પંચાલ,ઠાકરસિંહ ડાભી તેમજ ઘાયલ દિલો નો બેતાજ બાદશાહ દેવરાજ રાઠોડ સહિત તમામ કલાકારો એ ભવ્ય રંગત જમાવી હતી.
આ સમુહ લગ્ન ને સફળ બનાવવા માટે સાતફેરા સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ ભુપતસિંહ બાલાણી, સંજયસિંહ રાઠોડ, વિઠ્ઠલસિંહ અજાણી, કિશોરસિંહ લખાણી, નરેશસિંહ લખાણી સહીત ના અસંખ્ય કાર્યકરો જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ ના અંતે બાબુભાઈ લખાણી અને સંજયસિંહ રાઠોડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.