સનાતન વર્લ્ડ દ્વારા ૨૯૦ યુવતીઓને કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી

યુવતીઓના આંખમાંથી આસું સરી પડ્યા

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ધ કેરલા સ્ટોરી ફિલ્મ હિન્દૂ સંગઠનો દ્વારા આ મુવી હિન્દૂ યુવતીઓને વિનામુલ્યે બતાવવા માં આવી રહી છે. આજરોજ સનાતન વર્લ્ડ અરવલ્લી દ્વારા 290 યુવતીઓ ને આ ફિલ્મ બતાવવા માં આવી હતી. ફિલ્મ પૂરી થયા બાદ કેટલીક યુવતીઓના આંખમાંથી આસું સરી પડ્યા હતાં. કેટલીક યુવતીઓએ તો આ પ્રકારે ધર્માંતરણ ચાલતું હોવાનું પ્રથમ વખત જાણ થયાંનું સ્વીકાર્યું હતું.

ફિલ્મ જોયા બાદ તેઓએ હિન્દૂ યુવા વાહીની પ્રચારક, સનાતન વર્લ્ડ પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડયા નો આભાર વ્યક્ત કર્યો હતો. સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મીરા મલ્ટીપ્લેક્ષ મોડાસા ખાતે 290 યુવતિઓને નિઃશુલ્ક બતાવવા માં આવી હતી. સમગ્ર આયોજન સનાતન વર્લ્ડ પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડયા, ARSF ફાઉન્ડેશન તેમજ સનાતન પરિવાર દ્વારા કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે માલપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભાગ્યશ્રીબેન પંડયા, જિલ્લા પંચાયતનાન્યાય સમિતિ ચેરમેન રાજન પ્રણામી, કશ્યપ પટેલ, જયવીરસિંહ ખાંટ, કલ્પેશ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં. ફિલ્મ પૂર્ણ થયા બાદ યુવતિઓ એ સનાતન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આટલી હદે આ બધું ચાલતું હોવાનું પ્રથમ વખત જાણ થઈ હોવાનું જાણ થઈ હતી. કેટલીય યુવતીઓએ આ બાબત હિન્દૂ સમાજ ઉપર ખતરા સમાન ગણાવી હતી, તો કેટલીય યુવતીઓ રડી પડી હતી.

સનાતન ધર્મ પ્રચારક હર્ષુ પંડયા એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં માં સનાતન વર્લ્ડ પરિવાર, વિશાલ પટેલ સુરત દ્વારા અન્ય 2000 યુવતીઓ ને વિવિધ જિલ્લાઓ માં આ ફિલ્મ દર્શાવવાનું આયોજન છે તેમ જણાવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM