મહેસાણા જિલ્લાના ઉદ્યોગપતિ શ્રી આનંદભાઈ પટેલ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ તરીકે નિયુક્ત થયા.

સરદાર ધામના ઉપ પ્રમુખશ્રી, ક્રીડા ભારતી કર્ણાવતી (અમદાવાદ) ના પ્રમુખ શ્રી, એપોલો ગ્રુપના શ્રી આનંદભાઈ પટેલની માનનીય ગવર્નરશ્રી દ્વારા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં BOG (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આનંદભાઈ પટેલ ઉત્તર ગુજરાત ના પ્રખ્યાત ઉદ્યોગપતિ એવા એપોલો ગ્રુપ અને પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલ ભાઈ પટેલ અને મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ના સુપુત્ર છે. સ્વભાવે સૌમ્ય તેમજ સાદગી ધરાવતા આનંદભાઈ ગણપત યનિવર્સિટી માં પણ હાલ ટ્રસ્ટી તરીકે પહેલેથી કાર્યરત છે. મહેસાણા જિલ્લા ના એક ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિ ને કમલમ ન્યુઝ, ગાંધીનગર દ્વારા ડેવિડ પટેલ. ચીફ નોર્થ ગુજરાત ,ખૂબ જ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *