ડીસા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના આદેશથી સમગ્ર દેશમાં સત્યાપન અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટીના આદેશથી સમગ્ર દેશમાં સત્યાપન અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ રહી છે ત્યારે આજે ડીસા શહેરમાં પણ અનુસૂચિત જાતિ મોરચાની શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યોની બેઠક સાંઇબાબા મંદિર ખાતે પ્રદેશના હોદ્દેદાર એવા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તીની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં શહેરના ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ પુનડીયા અને પ્રમુખ ચંદુભાઈ તથા મહામંત્રી ભરતભાઇ પરમાર (વકીલ) દ્વારા પ્રદેશમાંથી પધારેલા વિજયભાઈ ચક્રવર્તીનુ ખેસ પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી હાર્દિક અભિવાદન કર્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવ વિજયભાઈ ચક્રવર્તી દ્વારા સત્યાપન અભિયાન અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણ મુજબ અનુસૂચિત જાતિ વિકાસ માટે અમલી બનાવાયેલી વિવિધ લાભદાયક યોજનાઓનો લાભ અનુસૂચિત જાતિને અપાવવા હાજર હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યોને હાકલ કરી હતી તેમજ આપણા લોકલાડીલા અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર બાદ કાયદા મંત્રી તરીકે અર્જુન મેઘવાળને નિમવામાં આવ્યા જે‌ આપણા માટે ગૌરવની બાબત છે અને બંધારણની ગરિમાને કેટલું મહત્વ આપ્યું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બંને કારોબારી સમિતિના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *