તાપી જિલ્લા વ્યારામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રોટોકોલ પ્રેક્ટિસ શિબિર યોજાશે.


કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વ્યારા દ્વારા યોગ પ્રોટોકોલ શિબિર તથા રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૨૯ મે ના રોજ સવારે ૬ કલાકે યોગ શિબિર બાદ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. રેલી દક્ષિણાપથ વિવિધલક્ષી હાઇસ્કૂલથી મિશન નાકા,સયાજી મેદાન થઈ પરત દક્ષિણાપથ વિવિધલક્ષી હાઇસ્કૂલ સુધી યોગ રેલીનુ આયોજન કરાશે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત-ગમત કચેરી દ્વારા તાપી જિલ્લાના સૌ યોગ પ્રેમી જનતાને આ રેલીમાં જોડાવા જણાવ્યું છે. રેલીમાં જોડાવા તેમજ વધુ વિગત માટે તાપી જિલ્લા કો ઓર્ડીનેટર મનેશભાઈ વસાવા મો.નં. 95863 08291, યોગ કોચ ઉમેશભાઈ તામસે મો.નં. 96386 99553 નો સંપર્ક સાધવા જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *