


જનસંપર્ક અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લા ભાજપાની મીડિયા સંકલન બેઠક યોજાઇ
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવી છે કે, ગુજરાતની ધરતીના પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની વિકાસ અને રાષ્ટ્રવાદના સિદ્ધાંતને વરેલી અને જનસેવામાં અવિરત કાર્યરત કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપાના કેન્દ્રીય નેતૃત્વની કાર્યસૂચિ મુજબ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ૩૦ મે થી ૩૦ જૂન દરમિયાન ભાજપા દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવાશે જેમાં વિવિધ કાર્યકમો દ્વારા નાગરિકોનો સંપર્ક કરવામાં આવશે. જે અંતર્ગત શહેર ભાજપા કાર્યાલય શ્રી કમલમ સે.૨૧, ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપા મીડિયા વિભાગની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં પ્રિન્ટ અને ઇલે. મીડિયાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારોની વિકાસલક્ષી કામગીરી અને જનસંપર્ક અભિયાનના વિવિધ કાર્યક્રમોની માહિતી અસરકારક રીતે જનતા સુધી પહોંચાડવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, જિલ્લા ભાજપા પ્રમુખ અનિલભાઈ પટેલ, મહાનગરના મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અભિયાનનાં ગાંધીનગર મહાનગર અને જિલ્લાના મીડિયા પ્રભારી અંજલિબેન કૌશિક, પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (દાસ), ઉપાધ્યક્ષ નિલેશભાઈ પટેલ, શહેર મીડિયા સંયોજક કલ્પ પટેલ, સહ સંયોજક દેવેનભાઈ પંડ્યા, ડો. હરીશ રાવલ, અભિયાનની મહાનગર ટીમના સભ્ય ઉમેશભાઈ જહા, જિલ્લા અને મહાનગરના મંડલના મીડિયા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.