
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નવ વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી તેની ઉજવણી કરી રહ્યુ છે. આગામી જૂન માસમાં ૯ સાલ ૯ કમાલના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી..
આજરોજ મોડાસા કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું જિલ્લા ભાજપના પ્રમુખ
રાજેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના આ અભિયાનના જિલ્લા મીડિયા પ્રભારી સ્નેહલભાઈ જોશી અને જિલ્લા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઈ પટેલની
ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૯ વર્ષની સિદ્ધિઓ જનતા સમક્ષ મુકવા અંગે તા.૩૦ મે ૨૦૨૩ થી તા.૩૦ જૂન ૨૦૨૩ સુધીના કાર્યક્રમોની રૂપરેખા મીડિયા સમક્ષ મુકવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીના સુશાસનમાં નવ જેટલી કમાલ સિદ્ધિઓનું વિગતવાર અને યોજનાવાર વિગતસભર
માહિતી અંગે તેમણે પ્રકાશ ફેંક્યો હતો. જિલ્લામાંથી
મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા .