








કમલમ ન્યૂઝ.સમીર શાહ.
તા. ૨૯/૦૫/૨૦૨૩ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાપી ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ના કાઉન્ટ ડાઉન કેમ્પેઇનના સંદર્ભમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર અને યોગયાત્રા યોજાઈ. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોકણી, વ્યારા નગરપાલિકાનાં પ્રમુખ શ્રી સેજનબેન રાણા, વ્યારા તાલુકાનાં કારોબારી અધ્યક્ષ શ્રી કુલીનભાઈ પ્રધાન,રમતગમત અધિકારી શ્રી જી.જી.વળવી સાહેબ, બોર્ડના પ્રતિનિધિ તરીકે વહીવટી અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ, સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી રાધેશ્યામજી યાદવ, ઝોન કો-ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન પાન્ડે, જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી મનેશભાઇ વસાવા અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના યોગ કોચ શ્રી ઉમેશભાઈ તામસે, સોનગઢ તાલુકાના યોગ કોચ શ્રી હેમંતભાઈ ચૌધરી અને કુકરમુન્ડા તાલુકાના યોગ કોચ શ્રીમતી રેખાબેન પાડવી તથા તાપી જિલ્લાના યોગ ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ સત્ર પુર્ણ થયા બાદ ભવ્ય યોગયાત્રાનું પણ આયોજન થયુ. જેમાં પદયાત્રીઓ દ્વારા તાપી ખાતે યોગજાગૃત્તિ અંગેના નારા લગાવી અને સમગ્ર તાપી જિલ્લાના વાતાવરણને યોગમય બનાવ્યું.