સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ અને સુરત જિલ્લા ચેસ એસોસિયેશન આયોજિત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

રિપોર્ટ ,મયુર પટેલ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ સુરત જિલ્લાના પલસાણા તાલુકા દ્વારા “ઓપન ચેસ ટુર્નામેન્ટ”નું સરદાર પટેલ વિદ્યાલય એના મુકામે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં મુંબઇ,વલસાડ,નવસારી,સુરત શહેર જેવા વિસ્તારોમાંથી 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો…

ઓપન ચેસ ટુર્નામેન્ટની રમતમાં વિજેતા જાહેર થયેલ ખેલાડીઓને આયોજકો દ્વારા સર્ટીફીકેટ,ટ્રોફી તેમજ રોકડ રકમ પુરસ્કાર સ્વરૂપે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આટલા સરસ કાર્યક્રમના આયોજન બદલ યુવાબોર્ડ પલસાણા તાલુકા સંયોજકો તેમજ સુરત જિલ્લા ચેસ એસોસિએશનના સભ્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *