શૈશવ રાવ

- સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર સાર્થક
- નર્મદા જિલ્લા ભાજપ એક મહિના સુધી જન જન વચ્ચે જઈ અદ્વિતીય વિકાસની ફલશ્રુતિ રજૂ કરશે

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના 9 વર્ષની વિકાસગાથાની ફલશ્રુતિ નર્મદા જિલ્લામાં પણ જનજન સુધી પોહચાડવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.
નર્મદા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ .
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ એ પ્રારંભે યશશ્વી વડાપ્રધાનના વડપણમાં 9 વર્ષની સાફલય ગાથાની જિલ્લામાં આગામી એક મહિના સુધી થનારી ઉજવણીની રૂપરેખા રજૂ કરી હતી.
ભવિષ્યના ભારતના નિર્માણમાં યોગદાન આપતા યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વના નવ વર્ષની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં સંપર્કથી સમર્થન, વિકાસ તીર્થ, લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સંયુક્ત મોરચા, યોગ દિવસ બુથ સુધી ઉજવણી, સિનિયર નેતાઓ સાથે ભોજન અને ગોષ્ઠી, હર ઘર સંપર્ક અભિયાન અને લોકસભાનું મહાસમેલન યોજાનાર છે.

ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે 9 વર્ષની વિકાસ ગાથા અને આગામી સમયમાં વિકાસ કૂચની વિસ્તૃત માહિતી આપી હતી.
નવ વર્ષમાં જનજનના વિકાસ વચ્ચે ઐતિહાસિક સિદ્ધિઓ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની નેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કરી હોવાનું તેમણે ગર્વ સાથે કહ્યું હતું.
સિધ્ધિઓમાં પ્રધાનમંત્રી આવાસ, શોચાલય, આયુષ્યમાંન ભારત, નલ સે જલ યોજના, કિસાન સન્માન નિધિ, સિંચાઈ, સૂર્ય ઉર્જા, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, સમૃદ્ધ દેશ અને દેશવાસીઓ , આત્મનિર્ભર ભારત બનાવવા તરફ મોદી સરકાર અને સ્કિલ ઇન્ડિયા સહિતના વિશ્વભરે નોંધ લીધેલા કેટલાક સીમાચિહ્ન રૂપ વિકાસ કાર્યો ગણાવ્યા હતા.
દેશ માટે મહત્વના એવા રામ મંદિર નિર્માણ, અખંડ ભારત માટે 370 ની કલમ નાબુદીને પણ આ તબક્કે કેવી રીતે વિસરાય.
મહામંત્રી નીલ રાવ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સર્વાંગી વિકાસ કામો અને સશક્ત નિર્ણયો થકી આજે વિશ્વ ભારતની સન્માન સાથે નોંધ લઈ રહ્યું હોય જેને મહામૂલી સિદ્ધિ ગણાવી હતી.
નવ વર્ષના સરકારે કરેલા કાર્યોનો હિસાબ નર્મદા જિલ્લામાં એક મહિનાના કાર્યકમોમાં અપાશે. ભારત એ દુનિયાની 5 મી ઇકોનોમી બની ગઈ છે. પ્રવાસન, માળખાકીય વિકાસ, રોડ રસ્તા તમામ ક્ષેત્રે ભારત સરકારે કરેલા વિકાસનો જનતા વચ્ચે જઈ એક મહિના સુધી હિસાબ અપાશે તેમ અંતમાં મહાનમત્રી નીલ રાવે ઉમેર્યું હતું.
મહામંત્રી વિક્રમભાઈ તડવી એ પણ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રત્યેક જનજનની દરકાર લીધી હોવાનું કહ્યું હતું. અનેક પ્રજાલક્ષી યોજના વિકાસ કામો અને નીતિઓને લઈ વિશ્વના તમામ દેશો ભારતને આજે નતમસ્તક જોઈ રહ્યા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. નવ વર્ષના અદ્વિતીય સફળ શાસનમાં નર્મદા જિલ્લામાં પણ પ્રજા વચ્ચે જઈ આ સિદ્ધિઓ અને વિકાસકામોની ફલશ્રુતિ રજૂ કરાશે. 9 વર્ષ દરમ્યાન કેન્દ્રની ભાજપા સરકારે કરેલ કાર્યોની ઝાંખી વિવિધ કાર્યક્રમો 30 મે 2023 થી 30 જૂન સુધી યોજી આપવામાં આવશે.
પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ , પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ, મહામંત્રી વિક્રમભાઈ તડવી તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.