

કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કેનિયા એન્ડ એન્કરવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મુન્દ્રાના પ્રાધ્યાપિકા ડો. કવિતાબા પ્રદ્યુમનસિંહ ઝાલાએ પીએચ.ડી.ની ઉપાધિ માટે ગુજરાતી વિભાગના પ્રો. ડો. દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ શોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી અને તેમને પીએચ.ડી. (ડોક્ટરેટ ઓફ ફિલોસોફી)ની પદવી એનાયત કરેલ છે.
ડો. કવિતાબાએ “રાજેશ અંતાણીના સાહિત્યમાં કચ્છનો પરિવેશ” વિશે શોધ નિબંધ તૈયાર કરીને ગુજરાતી વિષયમાં ડોકટરની પદવી પ્રાપ્ત કરેલ છે. તેમની આ સિદ્ધિ બદલ યુનિવર્સિટી, કોલેજ સ્ટાફ સહિત તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.